Diwali Special:અમદાવાદના સરખેજ વિસ્તારમાં દિવાળીની તૈયારીઓ આખરી તબક્કે પહોંચી ગઈ છે. છેલ્લા બે મહિના થી અહીં લોકો દીવા બનાવવાના કારોબારમાં વ્યસ્ત છે. રોશનીના આ તહેવાર માટે અલગ અલગ ડિઝાઇનના દીવા બનાવીને બજારમાં મુકવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સરખેજ વિસ્તાર દિવાળી (Diwali) નજીક આવતા દીવાના તેજથી ઝગમગી ઉઠ્યો છે. અહીંના કારીગરો છેલ્લા અનેક અઠવાડિયાઓથી સતત મહેનત કરી રહ્યાં છે. માટીથી બનેલા કાચા દીવાઓને તડકામાં સૂકવીને રંગબેરંગી રંગોથી સજાવવામાં આવે છે. પછી તે દીવા ઘર, દુકાન અને મંદિરની શોભા વધારવા તૈયાર થાય છે.કારિગરો જણાવે છે કે આ વર્ષે લોકોમાં નવી ડિઝાઇન અને પાણીમાં તરતા દીવાઓની ખાસ માંગ છે. સાથે મીણબત્તી લગાવેલા અને સુગંધિત દીવાઓની પણ ડિમાન્ડ વધી છે.
બજારમાં દીવાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે, છતાં લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. સરખેજમાં તૈયાર થતા લાખો દીવા હવે ગરાગર શહેરના બજારોમાં પહોંચવા લાગ્યા છે.
કહેવાય છે કે રામ જયારે અયોધ્યા પરત આવ્યા ત્યારે દીવો પ્રગટાવી આનંદ મનાવવામાં આવ્યો હતો. એ જ પરંપરા આજે પણ જીવંત છે અને આ કારીગરોની મહેનતથી તે ઉજવણીનો રંગ વધુ ચમકતો બન્યો છે.દિવાળી નજીક આવતા સરખેજ વિસ્તારના કારીગરો રાત દિવસ મહેનત કરીને ઘરોમાં પ્રકાશ ફેલાવવાની તૈયારી કરી રહ્યા છે. રોશનીના આ તહેવારમાં આ કારીગરોનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે.
દર વર્ષે અમે બે મહિના પહેલાંથી દીવા બનાવવાનું શરૂ કરીએ છીએ. આ વર્ષે પાણીમાં તરતા અને રંગીન ડિઝાઇનના દીવાઓની વધુ ડિમાન્ડ છે.આ કામ અમારા માટે રોજગારીનું સાધન છે. દિવાળી નજીક આવે એટલે આખા પરિવારના બધા સભ્યો મળીને કામ કરે છે.
આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી
આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ
આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર
