Not Set/ PM મોદીને મળી મોટી સફળતા, ૨૦૨૨માં ભારતમાં આયોજિત થશે G-૨૦ સમિટ

નવી દિલ્હી, આર્જેન્ટીનામાં આયોજિત કરવામાં આવેલી  G-૨૦ સમિટમાં ભારતને મોટી સફળતા મળી છે. બ્યુનસ આયર્સમાં મળેલા દુનિયાના ટોચના ૨૦ દેશોના સંમેલનના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨માં G-૨૦ સમિટની મેજબાનીને લઈ ઘોષણા કરી હતી. પીએમ મોદીએ ૨૦૨૨માં આ મેજબાની મળ્યા બાદ ઇટલીને ધન્યવાદ કહ્યું હતું અને G-૨૦ દેશોના રાષ્ટ્રપ્રમુખોને ભારત આવા માટે પણ આમંત્રણ […]

Top Stories World Trending

નવી દિલ્હી,

આર્જેન્ટીનામાં આયોજિત કરવામાં આવેલી  G-૨૦ સમિટમાં ભારતને મોટી સફળતા મળી છે. બ્યુનસ આયર્સમાં મળેલા દુનિયાના ટોચના ૨૦ દેશોના સંમેલનના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨માં G-૨૦ સમિટની મેજબાનીને લઈ ઘોષણા કરી હતી.

પીએમ મોદીએ ૨૦૨૨માં આ મેજબાની મળ્યા બાદ ઇટલીને ધન્યવાદ કહ્યું હતું અને G-૨૦ દેશોના રાષ્ટ્રપ્રમુખોને ભારત આવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

જો કે આ પહેલા વર્ષ ૨૦૨૨માં યોજાનારી G-૨૦ સમિટની આયોજન ઇટલીમાં કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ આ ઘોષણા બાદ ટ્વિટ કરતા કહ્યું, “વર્ષ ૨૦૨૨માં ભારતને આઝાદી મળ્યાના ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ વિશેષ વર્ષમાં ભારત G-૨૦ દેશોનું સંમેલનમાં દુનિયાનું સ્વાગત કરવાની આશા રાખે છે. દુનિયાની સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભારત આવે. ભારતના સમૃદ્ધ ઈતિહાસ અને વિવિધતાને જાણો અને ભારતના મહેમાનોનું કરવામાં આવનાર સ્વાગતનો અનુભવ માનો”.

મહત્વનું છે કે, G-૨૦ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આર્જેન્ટીનામાં હતા અને આ દરમિયાન શુક્રવારે તેઓએ વર્લ્ડના ટોચના લીડર સાથે મિટિંગ કરી હતી.

આ દરમિયાન તેઓએ આતંકવાદ, કાળુનાણું તેમજ ભાગેડુ આર્થિક કૌભાંડીઓના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા અને દુનિયાના દેશોને એકજૂથતા જાળવવા માટે કહ્યું હતું.

આ ઉપરાંત દેશની બેન્કોને કરોડો રૂપિયાની ફૂલેકું ફેરવી ભાગી જનારા કૌભાંડીઓ સામે પકડવા માટે પણ તેઓએ ૯ સૂત્રોનો એક પ્લાન દુનિયા સમક્ષ રાખ્યો હતો.