chhotaudepur news: ગુજરાત સરકાર દ્વારા આયોજિત તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નસવાડી (Nasvadi)ની સરકારી બી. એડ્. કૉલેજ (B.Ed. College)ના તાલીમાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત-ગમત કૌશલ્ય દાખવ્યું હતું. કૉલેજના સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ પ્રિયાબેન તડવી (Priyaben Tadvi)ના માર્ગદર્શનમાં વિવિધ રમત સ્પર્ધામાં કૉલેજના ખેલાડીઓએ બહેતરીન પ્રદર્શન કર્યું હતું. તાલુકા કક્ષાએ પોતાના શ્રેષ્ઠ રમત કૌશલ્ય દ્વારા વિજેતા બનેલા આ તાલીમાર્થીઓ હવે પછી યોજાનાર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નસવાડી તાલુકા અને કૉલેજનું પ્રતિનિધિત્વ કરવા જશે.
વિજેતા તાલીમાર્થીઓની સિદ્ધિઓ
400 મીટર દોડ સ્પર્ધા: ચૌહાણ અલ્કેશે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
ચક્ર ફેંક સ્પર્ધા: આ સ્પર્ધામાં ડું. ભીલ રતનએ પ્રથમ ક્રમાંક તથા પટેલ મિતેશકુમારે (Patel Miteshkumar)દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
બરછી ફેંક સ્પર્ધા: ભીલ મહેશે શાનદાર પ્રદર્શન કરી તૃતિય ક્રમાંક મેળવી ઝળહળતી સફળતા હાંસલ કરી છે.
આ પણ વાંચો:EWS આવાસોની તપાસમાં 290 મકાનોમાં ગેરરીતિ: AMCની નોટિસ, એક સપ્તાહમાં જવાબ આપવો પડશે
આ પણ વાંચો:સચિનમાં A to Z હોસ્પિટલ ઉપર ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ કાબૂ મેળવ્યો
આ પણ વાંચો:કપાસના ખેતરમાં ‘કાળો કારોબાર’! 666 ગાંજાના છોડ સાથે 2 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો
