Surat News/ સચિનમાં A to Z હોસ્પિટલ ઉપર ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ કાબૂ મેળવ્યો

A to Z Hospital Fire: સુરતના સચિન વિસ્તારમાં A to Z હોસ્પિટલ ઉપર આવેલા મકાનના ટોપ ફ્લોર પર આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને પોલીસે તાત્કાલિક કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Surat Top Stories Gujarat Breaking News
A to Z Hospital Fire: હોસ્પિટલ ઉપર આગથી અફરાતફરી, 5 ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો

Surat News: સુરતના સચિન વિસ્તારમાં A to Z હોસ્પિટલની ઉપર આવેલા મકાનના ટોપ ફ્લોર પર અચાનક આગ (A to Z Hospital Fire) લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બપોરના સમયે બનેલી ઘટનાને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તેમના પરિવારજનો અને આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આગની જાણ (Sachin Fire) થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની અંદાજે પાંચ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો.

A to Z Hospital Fire: આગને હોસ્પિટલ સુધી પહોંચતી અટકાવી

ફાયર વિભાગની ટીમે (Surat Fire Brigade) સમયસર કામગીરી હાથ ધરતાં આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. મકાનના ઉપરના ભાગમાં લાગેલી આગ નીચે આવેલી હોસ્પિટલ સુધી (Sachin Hospital Fire) પહોંચી ન હતી. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

પોલીસે પણ સંભાળી સ્થિતિ

ઘટનાની જાણ થતાં સચિન પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આગ જોવા માટે એકત્ર થયેલી ભીડને દૂર કરી પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ફાયર વિભાગની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસે સ્થળ પર જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં ટોપ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ સ્થળ પર ઠંડક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

આ ઘટનામાં રાહતની વાત એ રહી કે કોઈ જાનહાનિ થઈ નથી. આગ સમયસર કાબૂમાં આવી જતા હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી હતી. હાલ આગના કારણે થયેલા નુકસાનનું આકલન કરવાની કામગીરી ચાલી રહી છે.


આ પણ વાંચો: સુરતના લિંબાયતમાં આગનો તાંડવ! મીઠીખાડીના કચરાના પ્લાન્ટમાં ભભૂકી આગ

આ પણ વાંચો: સુરત શ્યામ સંગિની માર્કેટ આગકાંડ: 10 હજારના વિવાદમાં 24 કરોડનું નુકસાન, પૂર્વ એકાઉન્ટન્ટ ઝડપાયો

આ પણ વાંચો: સુરતમાં વારંવાર ભડકે છે આગ… ક્યાં છે ખામી, કોણ છે જવાબદાર?