Ahmedabad News/ અમદાવાદ-વડોદરા મનપામાં વિપક્ષ નેતાનો વિવાદ છેક દિલ્હી પહોંચ્યો, પહેલીવાર AICCએ નિરીક્ષક નિમ્યા

અમદાવાદ-વડોદરા મનપામાં વિપક્ષ નેતાની નિમણુકને લઈ વિવાદ (Controversy). જૂથબંધીને કારણે AICCએ દિલ્હીથી નિરીક્ષકો મોકલ્યા.

Breaking News Ahmedabad Gujarat
Controversy
Ahmedabad News : અમદાવાદ  અને  વડોદરા   મહાનગરપાલિકાની ચૂંટણીને  પાંચ  મહિના  વીતી ગયા છે,  પરંતુ  કોંગ્રેસ હજુ  સુધી  બંને 
મનપામાં વિપક્ષ નેતાની નિમણૂકને લઈ વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. પક્ષમાં આંતરિક ખેંચતાણ એટલી વધી ગઈ છે કે હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)
એ  દિલ્હીથી  નિરીક્ષકોની  નિમણૂક  કરી છે.   મહાનગરપાલિકાઓમાં  વિપક્ષ નેતા  નક્કી કરવા માટે  AICCએ   નિરીક્ષક  મૂક્યા   હોય  તેવું 
પહેલીવાર બન્યું છે.

ચૂંટણીથી સેન્સ સુધીની પ્રક્રિયા

મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાઈ હતી અને 28 એપ્રિલે પરિણામ જાહેર થયું હતું. ત્યારબાદ વિપક્ષ નેતા માટે પ્રદેશ કોંગ્રેસે સેન્સ લેવાની પ્રક્રિયા પણ કરી હતી, પરંતુ જૂથો વચ્ચેના મતભેદને કારણે કોઈ નિર્ણય લેવાયો નહીં. પ્રદેશના નેતાઓ નામની પસંદગી માટે અનેક વખત દિલ્હી જઈ આવ્યા, છતાં વિવાદનો ઉકેલ આવ્યો નથી.

નિરીક્ષકોની નિમણૂકને લઈ Controversy

અમદાવાદમાં વિપક્ષ નેતા નક્કી કરવા માટે રાજસ્થાન (Rajasthan)ના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરાને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. વડોદરામાં AICCના રાષ્ટ્રીય સેક્રેટરી ગોપીનાથ પલાનીયપનને નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ વિવાદનો અંત ન આવતાં હવે દિલ્હીના નેતાઓ સેન્સ લઈને વિપક્ષ નેતાની નિમણૂક કરશે.

અમદાવાદ: પઠાણ અને બક્ષી રેસમાં

અમદાવાદ મનપાની કુલ 192 બેઠકોમાંથી ભાજપને 160 અને કોંગ્રેસને 32 બેઠક મળી હતી. વિપક્ષ નેતાની રેસમાં પૂર્વ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ (Shehzad Khan Pathan)અને કોર્પોરેટર નીરવ બક્ષીનાં નામ છે. એક કોર્પોરેટરને વિપક્ષ નેતા બનાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય મેદાનમાં છે, જ્યારે બીજાને બનાવવા માટે પ્રદેશ પ્રમુખ પોતે આગ્રહ રાખી રહ્યા છે. બંને નેતાઓના આગ્રહને કારણે નિર્ણય અટક્યો છે. બંનેને અનેક વખત દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, છતાં આંતરિક ખેંચતાણ શાંત થઈ નથી.

વડોદરા: જૂથબંધી વચ્ચે નામોની ચર્ચા

વડોદરા (Vadodara) મનપાની 76 બેઠકોમાંથી ભાજપ (BJP)ને 69, કોંગ્રેસને 6 અને અન્યને 1 બેઠક મળી હતી. કોંગ્રેસના 6 કોર્પોરેટરોમાં ચાર અનુભવી અને બે નવા ચૂંટાયેલા છે. વિપક્ષ નેતાની રેસમાં વોર્ડ 1ના પુષ્પા વાઘેલા અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા આશિષ જોષીનાં નામ ચર્ચામાં છે.

શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી જોવા મળી રહી છે. શહેર પ્રમુખના જૂથ સામે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતનું અલગ જૂથ સક્રિય છે. નરેન્દ્ર રાવતનાં પત્ની અમી રાવત ચૂંટણી હારી ગયાં છે, તેથી તેઓ અન્ય કોઈ નેતાને સમર્થન આપે તેવી શક્યતા છે. બે યુવા કોર્પોરેટરોમાં દીપા શ્રીવાસ્તવ પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનાં ભત્રીજી છે, એટલે તેમના વલણ પર સૌની નજર છે.

રાજકોટમાં જ નિમણૂક થઈ

અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં કોંગ્રેસ વિપક્ષ નેતા બની શકે તેટલી બેઠકો જીતી હતી, પરંતુ અત્યાર સુધી માત્ર રાજકોટમાં જ વિપક્ષ નેતાની નિમણૂક થઈ શકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ કોંગ્રેસને વિપક્ષ તરીકે બેસી શકાય તેટલી બેઠકો પણ મળી નથી.હવે સૌની નજર નિરીક્ષકો પર છે કે તેઓ કોંગ્રેસનો આંતરિક વિવાદ ઉકેલીને વિપક્ષ નેતાની નિમણૂક ક્યારે કરે છે.


આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલિકાનો માનવતા મહેકાવતો નિર્ણય;  શબવાહિની સેવા હવે નિઃશુલ્ક

આ પણ વાંચો: ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક! જિલ્લા પંચાયતથી મહાનગરપાલિકા સુધી કરોડોની ગ્રાન્ટ

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકાની સ્વીપર મશીન ખરીદી વિવાદમાં