Ahmedabad News: અમદાવાદ શહેરમાં અલગ-અલગ સ્થળે બનેલા બે અકસ્માતમાં (Ahmedabad Road Accident) બે વ્યક્તિના મોત થયા છે. વટવા ટર્નિંગ પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને લોડિંગ ટેમ્પોએ અડફેટે લીધા બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે એસ.પી. રિંગ રોડ પર ઓગણજ સર્કલ નજીક પાર્ક કરેલા ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા ચાલકનું મોત થયું હતું. બંને કેસમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Ahmedabad Road Accident: વટવા ટર્નિંગ પાસે વૃદ્ધને ટેમ્પોએ અડફેટે લીધા
વટવા ઠાકોરવાસમાં રહેતા 60 વર્ષીય તુલસીરામ મારવાડી છૂટક મજૂરી કરતા હતા. 28 સપ્ટેમ્બરની સવારે તેઓ ઇસનપુરથી અસલાલી તરફ જઈ રહ્યા હતા. નારોલ-વટવા ટર્નિંગ પાસે તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા લોડિંગ ટેમ્પોના ચાલકે ( Vatva Accident) તેમને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર
ટક્કર બાદ તુલસીરામને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ટેમ્પો ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓગણજ સર્કલ પાસે પાર્ક કરેલા ટ્રકમાં આઇસર ઘૂસી
બીજા બનાવમાં વિરમગામ તાલુકાના થોરી ગામના 28 વર્ષીય સંજય મુલાડીયા આઇસર (Oganaj Accident) ટ્રક લઈને જઈ રહ્યા હતા. વહેલી સવારે તેઓ એસ.પી. રિંગ રોડ પર ઓગણજ સર્કલ નજીક પહોંચ્યા ત્યારે સાયપ્રમ પરિસર ફ્લેટ્સ પાસે જાહેર માર્ગ પર એક ટ્રક બંધ હાલતમાં ઊભો હતો. ફરિયાદ મુજબ ઊભેલા ટ્રકની આગળ-પાછળ યોગ્ય ચેતવણી અથવા માર્ગદર્શન આપતું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું.
અંધારામાં અકસ્માત, ડ્રાઇવર ટ્રકમાં ફસાયા
અંધારું હોવા અને ચેતવણીના સંકેતો ન હોવાના કારણે સંજય મુલાડીયાની આઇસર ટ્રક ઊભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં સંજયભાઈ ટ્રકમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા બાદ 108 મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
બંને બનાવમાં પોલીસે તપાસ શરૂ કરી
બીજા અકસ્માત અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) ઊભેલા ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે. બંને અકસ્માતના કેસમાં પોલીસે ફરિયાદ અને ઘટનાની પરિસ્થિતિના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણો અને જવાબદારી અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત: પિકઅપને ટ્રકે ફંગોળી, 7નાં મોત
આ પણ વાંચો: Nushrratt Bharuccha Accident બાલી અકસ્માત બાદ કરોડરજ્જુમાં ગંભીર ઈજા, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
આ પણ વાંચો: નવસારીમાં ઓડીની ટક્કરે આધેડનું મોત: જ્યુસની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, અકસ્માત બાદ કારચાલક ફરાર
