Maharashtra News : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં શુક્રવારે સવારે સમૃદ્ધિ મહામાર્ગ પર ભીષણ માર્ગ અકસ્માત (Accident)સર્જાયો હતો. ધામણગાંવ રેલવે નજીક પિકઅપ વાહન અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત (Amravati Accident)ને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સમૃદ્ધિ મહામાર્ગ પર ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી મુજબ, અમરાવતી જિલ્લાના ધામણગાંવ રેલવે પાસે સમૃદ્ધિ મહામાર્ગના ચેનલ નંબર 97 પર આ અકસ્માત (Accident)થયો હતો. પિકઅપ વાહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સવાર હતા. તેઓ બુલઢાણા જિલ્લાના શેગાંવથી મા દુર્ગાની મૂર્તિ લઈને વર્ધા તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન પિકઅપ વાહન અને ટ્રક (Pickup Truck Accident)વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે પિકઅપમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાસ્થળે પાંચનાં મોત
અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની ધામણગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ બે લોકોનાં મોત થતાં મૃતકોની સંખ્યા વધીને 7 થઈ હતી.
21 લોકો ઈજાગ્રસ્ત
અકસ્માત (Accident)માં કુલ 21 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં ખસેડાયેલા ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે 4થી 5 ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે 14થી 15 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
અકસ્માતથી હાઈવે પર અફરાતફરી
અકસ્માત (Accident)ની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલા વાહન સાથે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
