Ahmedabad News: શહેરના રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં
55 વર્ષીય બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે બસ ડ્રાઇવરની અટકાયત કરી આગળની તપાસ હાથ
ધરી છે.
AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત
મળતી માહિતી મુજબ, રાણીપ મેટ્રો સ્ટેશન (Ranip Metro Station) નીચેના વિસ્તારમાં એએમટીએસ બસ અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
બાઈક ચાલકનું સ્થળ પર મોત
આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઉંમર આશરે 55 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.
મૃતકની ઓળખ માટે પોલીસ તપાસ
પોલીસે (Police) અજાણ્યા બાઈક ચાલકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવા માટે બાઈકના નંબર અને અન્ય દસ્તાવેજોની મદદ લેવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપ્યો છે.
બસ ડ્રાઇવરની અટકાયત
અકસ્માત બાદ પોલીસે એએમટીએસ બસના ડ્રાઇવરની અટકાયત (Detention) કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો, ભૂલ કોની હતી અને સ્પીડ કેટલી હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા હોવાની શક્યતા છે.
આ પણ વાંચો: નવસારીમાં ઓડીની ટક્કરે આધેડનું મોત: જ્યુસની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, અકસ્માત બાદ કારચાલક ફરાર
આ પણ વાંચો: ગોંડલમાં ગમખ્વાર અકસ્માત: એક્ટિવા પર સવાર પતિ-પત્ની અને 13 વર્ષના દીકરાનું મોત
આ પણ વાંચો: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં 4નાં મોત
