Breaking News/ ગોંડલમાં ગમખ્વાર અકસ્માત: એક્ટિવા પર સવાર પતિ-પત્ની અને 13 વર્ષના દીકરાનું મોત

ગોંડલ તાલુકાના ઘોઘાવદર-રામોદ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Gondal Accident)માં પતિ-પત્ની અને તેમના 13 વર્ષના પુત્રનું મોત નીપજ્યું.

Top Stories Gujarat Others Breaking News
Gondal Accident: રોડ પર ફંગોળાઈ ગયા ત્રણેય, ઘટનાસ્થળે જ મોત

Breaking News: ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે રવિવારે ગમખ્વાર માર્ગ અકસ્માત (Gondal Accident)માં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં અનિડા ભાલોડી પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પુરપાટ ઝડપે આવતી ટાટા નેક્સોન કાર અને એક્ટિવા વચ્ચે થયેલી ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા પર સવાર પતિ, પત્ની અને તેમના 13 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, અનિડા ભાલોડી ગામના રહેવાસી જયેશ કરશનભાઈ બગડા (40) પત્ની શાંતુબેન જયેશભાઈ બગડા (36) અને પુત્ર વ્રજ જયેશભાઈ બગડા (13) સાથે એક્ટિવા નંબર GJ 03 LS 5971 પર રામોદ તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે તેમની એક્ટિવા સાથે ટાટા નેક્સોન કાર નંબર GJ 23 CF 0472 અથડાઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. અકસ્માત (Gondal Accident)ની ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજાઓના કારણે જયેશભાઈ, શાંતુબેન અને તેમના પુત્ર વ્રજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને કરુણ દૃશ્યને પગલે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પિતા સેન્ટિંગ કામ અને મજૂરી કરતા, પુત્ર ધોરણ 8માં અભ્યાસ કરતો

મૃતક જયેશ કરશનભાઈ બગડા સેન્ટિંગનું કામ તેમજ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પત્ની શાંતુબેન પણ આ અકસ્માત (Gondal Accident)માં મોતને ભેટ્યા છે. આ દંપતીનો 13 વર્ષનો પુત્ર વ્રજ જયેશભાઈ બગડા ઓરો સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોતના સમાચારથી અનિડા ભાલોડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Gondal Accident: સાળંગપુર દર્શન બાદ અક્ષર મંદિર જતી હતી કાર

અકસ્માતમાં સામેલ ટાટા નેક્સોન કારમાં સવાર લોકો સાળંગપુર ખાતે દર્શન કરીને ગોંડલના અક્ષર મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. કાર એક મહિલા ચલાવી રહી હોવાની માહિતી સામે આવી છે.

ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની જાણ થતાં ગોંડલથી બે અને કોટડા સાંગાણીથી એક એમ્બ્યુલન્સ સહિત કુલ ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોના પાર્થિવ દેહ તેમના વતન અનિડા ગામે લઈ જવામાં આવશે.

પોલીસે તપાસ શરૂ કરી

અકસ્માતની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરની સ્થિતિ સંભાળી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી. અકસ્માત (Gondal Accident) અંગે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અનિડા ભાલોડી પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે. એક સાથે પિતા, માતા અને પુત્ર ગુમાવનાર પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું.


આ પણ વાંચો:ગોંડલમાં બાઈક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મંદિરે દર્શન કરવા જતા બે મિત્રોના થયા મોત

આ પણ વાંચો:ગોંડલ પંથકમાં યાત્રિકોની બસ પલટી, બે મહિલાઓના કરુણ મોત, 22 ઘાયલ

આ પણ વાંચો:ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત : સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ટક્કર થતા મહિલા સહિત 4નાં મોત