Gondal News/ ગોંડલ પંથકમાં યાત્રિકોની બસ પલટી, બે મહિલાઓના કરુણ મોત, 22 ઘાયલ

રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક વોરાકોટડા રોડ પર બગદાણા બાપાના દર્શન કરીને પરત ફરી રહેલી ખાનગી બસ પલટી ગઈ. અકસ્માતમાં (Accident) 2 મહિલાઓના મોત થયા છે, જ્યારે 22થી વધુ યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને 108 ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી.

Top Stories Gujarat Rajkot Breaking News
Accident

Gondal News:રાજકોટના ગોંડલ પંથકમાં આજે વહેલી સવારે એક દુ:ખદ અકસ્માત (Accident) સર્જાયો છે. બગદાણા બાપા સિતારામના દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ખાનગી બસ વોરાકોટડા રોડ પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૨૨થી વધુ યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે.

માહિતી અનુસાર ગોંડલના મામાદેવ મંદિર પાસેથી ગઈકાલે સવારે ૪ વાગ્યે દર્શનાર્થીઓની એક ખાનગી બસ બગદાણા બાપા તરફ રવાના થઈ હતી. આજે સવારે દર્શન પૂર્ણ કરીને તમામ યાત્રિકો ગોંડલ પરત આવી રહ્યા હતા. વોરાકોટડા રોડ પાસે આવેલા વિસ્તારમાં બસ ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો, જેના કારણે બસ જોરદાર રીતે પલટી મારી ગઈ.

અકસ્માતમાં (Accident) જાનહાનિ 

બસ પલટી મારતાની સાથે જ અંદર બેઠેલા મુસાફરોમાં ભારે કીકિયારીઓ અને ચીસાચીસ મચી ગઈ. બસ આખી ઊંધી વળી જતાં બે મહિલાઓ બસની નીચે દબાઈ ગઈ અને શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યા. અન્ય 22 યાત્રિકોને નાની-મોટી ઇજાઓ તેમજ અસ્થિભંગની પીડા સહન કરવી પડી છે. અકસ્માતનો (Accident) અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તાત્કાલિક મદદ કરી અને કાચ તોડીને લોકોને બહાર કાઢ્યા.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને 108 એમ્બ્યુલન્સની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ક્રેનની મદદથી ઊંધી વળેલી બસને સીધી કરવામાં આવી અને દબાયેલા લોકોને મુક્ત કરાયા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો:રાજકોટના ગોંડલ રોડ પર ઈકો અને સ્કોર્પિયો વચ્ચે ભયાનક અકસ્માત, 2ના મોત

આ પણ વાંચો:ગોંડલમાં બાઈક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મંદિરે દર્શન કરવા જતા બે મિત્રોના થયા મોત

આ પણ વાંચો:રાજકોટ હાઇવે પર અકસ્માતમાં રાહદારીનું મોત, અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર