Breaking News/ દક્ષિણ આફ્રિકામાં બારમાં અંધાધૂંધ ફાયરિંગ: 17 લોકોના મોત, 15 ઘાયલ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ

દક્ષિણ આફ્રિકાના ગૌતાંગ પ્રાંતના વેડેલા ટાઉનશિપમાં બારમાં ગોળીબાર (South Africa Shooting)ની ઘટનામાં 17 લોકોનાં મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Top Stories World Breaking News
South Africa Shooting: બારમાં ગોળીબારથી હાહાકાર, 17 લોકોનાં મોત અને 15 ઘાયલ

Breaking News: દક્ષિણ આફ્રિકાના ગૌટેંગ પ્રાંતના વેડેલા ટાઉનશીપમાં શનિવારે રાત્રે AK-47 રાઈફલ અને પિસ્તોલથી સજ્જ હુમલાખોરોએ એક બારમાં ગોળીબાર (South Africa Shooting) કર્યો હતો.

દક્ષિણ આફ્રિકન પોલીસ સેવા (SAPS) અનુસાર, શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ગૌટેંગ પ્રાંતના વેડેલા ટાઉનશીપમાં એક બારમાં ગોળીબાર (South Africa Shooting) થયો હતો. હુમલાખોરો AK-47 રાઈફલ અને પિસ્તોલ લઈને આવ્યા હોવાનું કહેવાય છે.

ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને કટોકટી તબીબી સેવાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તબીબી ટીમોએ ઘટનાસ્થળે 17 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં 13 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. ગોળીબારમાં ઘાયલ થયેલા પંદર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે હુમલાખોરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. જોકે, ગોળીબાર (South Africa Shooting) પાછળનો હેતુ શું હતો તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને શંકાસ્પદોની ઓળખ અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.


આ પણ વાંચો:અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગ: હુમલાખોર સહિત 3નાં મોત, 3 પોલીસકર્મી ઘાયલ

આ પણ વાંચો:થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ

આ પણ વાંચો:અમેરિકાના સિએટલ ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ફાયરિંગ: 2નાં મોત, 2 વર્ષના બાળક સહિત 5 ઘાયલ