Gujarat Rain News: રાજ્યમાં આજે મેઘનું જોર યથાવત રહેશે. વરસાદને લઈ હવામાન વિભાગે અનુમાન કરતાં આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી. મુંબઈમાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદનું જોર રહેશે. ખાસ કરીને પંચમહાલ ,દાહોદ ,છોટાઉદેપુર, નર્મદા ,સુરત ,ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ ,દાદરાનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી કરી. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે.

ભારે વરસાદને પગલે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ કરાયું છે. હવામાન વિભાગે વરસાદને પગલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા ,મોરબી, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ કરાયું છે.
Gujarat Rain News Update:
રાજ્યમાં સિઝનનો સરેરાશ 25 ટકા અને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 34 ટકા વરસાદ નોંધાયો. આજે રાજ્યના 14 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને અમેરલીમાં મેઘ મહેર જોવા મળી. જાણો અત્યાર સુધી કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડયો.
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| રાજકોટ | લોધીકા | 5.12 |
| ગીર સોમનાથ | પાટણ-વેરાવળ | 4.80 |
| જુનાગઢ | વંથલી | 4.49 |
| જુનાગઢ | માણાવદર | 4.33 |
| જુનાગઢ | માળીયા હાટીના | 3.98 |
| બનાસકાંઠા | ભાભર | 3.90 |
| ગીર સોમનાથ | તાલાલા | 3.50 |
| જુનાગઢ | કેશોદ | 3.43 |
| જુનાગઢ | મેંદરડા | 3.43 |
| અમરેલી | લાઠી | 3.43 |
| રાજકોટ | ધોરાજી | 3.35 |
| દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 3.31 |
| પોરબંદર | રાણાવાવ | 3.11 |
| ખેડા | મહેમદાવાદ | 2.87 |
| સુરેન્દ્રનગર | ચોટીલા | 2.76 |
| અમરેલી | બગસરા | 2.72 |
| કચ્છ | નખત્રાણા | 2.72 |
| કચ્છ | અંજાર | 2.40 |
| પોરબંદર | પોરબંદર | 2.36 |
| ખેડા | માતર | 2.32 |
દ્વારકામાં દરિયાના મોજા ઉંચા ઉછળ્યા
દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો. ભારે વરસાદની આગાહીના પગલે દરિયો ગાંડોતુર બન્યો હોવાનું દેખાય છે. દરિયામાં કરંટના કારણે દ્વારકામાં દરિયાના ઉંચા મોજા ઉછળ્યા. ભારે વરસાદના કારણે દરિયો ગાંડોતૂર બનતા ગોમતીના સંગમ ઘાટ પર મોઝા ફરી વળ્યા. દ્વારકામાં ઉંચા મોજાંના કારણે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.
જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ
જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે માર્ગોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની સમસ્યા દૂર કરવા વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા. કલેકટર દ્વારા ટ્વીટ પોસ્ટ કરી માહિતી શેર કરવામાં આવી. માખિયાલા-જાલણસરમાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. આજે સવારથી અત્યાર સુધીમાં 5 મીમી વરસાદ નોંધાયો.
<
વરસાદના કારણે નીચે મુજબના રસ્તાઓ (પંચાયત – માર્ગ અને મકાન)બંધ થયેલ છે. તેમજ વૈકલ્પિક રસ્તાઓની માહિતી નીચે મુજબ છે.@CMOGuj @RaghavjiPatel @InfoGujarat @revenuegujarat pic.twitter.com/5zWVwpntL6
— Collector Junagadh (@collectorjunag) July 10, 2024
p style=”text-align: justify;”>
અમરેલીમાં ધોધમાર વરસાદ
વડીયા શહેરમાં અને પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અમરેલીમાં વડીયા, મોરવાડા, ખડખડ,બાટવા દેવળી સહીતના ગામોમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા. અમેરલીમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અત્યારે ખેતીલાયક વરસાદ પડવાથી ખુશ થયા છે. 2થી 3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી.
જામનગરમાં વીજળી બની આફત
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અનેક સ્થાનો ભારે વરસાદનું જોર છે. ગાજવીજ સાથે પડતા વરસાદે મોટી મુશ્કેલી સર્જી છે. જામનગરમાં વરસાદ સાથે વીજળી આફત બની. વીજળી પડતા મહિલા સહિત 3ના મોત થયા. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અત્યંત ભારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વીજળી પડવાથી લોકોના મોતની ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે જેમાં
દોઢિયા તાલુકામાં 18 વર્ષનો 1 યુવક વીજળી પડવાથી ભયંકર રીતે દાઝી ગયો. યુવક અત્યારે સારવાર લઈ રહ્યો છે.

બનાસકાંઠામાં મેઘ મહેરબાન
છેલ્લા 24 કલાકમાં પણ બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી. ભાભરમાં 4 ઇંચ, દાંતામાં 1 ઇંચ વરસાદ ખાબકયો. જ્યારે દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે બજારમાં ધૂટણ સમા પાણી ભરાયા. વરસાદની રીએન્ટ્રીને બનાસકાંઠાના ખેડૂતોએ વધાવી.
રાજ્યમાં અનેક સ્થાનો પર આજે છૂટો છવાયો વરસાદ જોવા મળશે. જૂનમાં સામાન્ય રીતે 3.37 ઈંચ વરસાદ પડતો હોય છે. જ્યારે જુલાઈ મહિનામાં સરેરાશ 10 થી 13 ઈંચ વરસાદ જોવા મળતો હોય છે. આ વખતે જૂનના અંતમાં સારો વરસાદ નોંધાયો. જ્યારે જુલાઈના આરંભમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. હજુ જુલાઈ મહિનાની શરૂઆત છે અત્યારે મુંબઈમાં જે રીતે ધોધમાર વરસાદ જોવા મળ્યો તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
