Vadodara News: તહેવારોની સીઝન પહેલા દારૂની હેરાફેરીના કિસ્સા રોજ સામે આવી રહ્યા છે.ત્યારે વડોદરા (Vadodara) પાસેના ફાજલપુર ટોલનાકા પાસેથી એક ટેમ્પો રોકીને પોલીસે રૂ. 18.70 લાખનો દારૂ જપ્ત કર્યો છે. આ ટેમ્પોમાં દારૂ પ્લાસ્ટિકની ચીજોની પાછળ છુપાવેલો હતો.
Vadodara હાઈવે પર દારૂની હેરાફેરી
એક સપ્તાહમાં વડોદરા હાઈવે (Vadodara highway) પરથી દારૂ ભરેલા ચાર વાહન પકડાયા છે. આ ચારેય વાહનોમાંથી કુલ રૂ. 50 લાખથી વધુનો દારૂ મળી આવ્યો છે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી દારૂ ભરેલો ટેમ્પો પસાર થવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી. તેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાહનો પર વોચ રાખી રહી હતી.એ દરમિયાન ફાજલપુર ટોલનાકા (Fajalpur toll plaza)થી વડોદરા હાઈવે તરફ આવતા એક ટેમ્પાને પોલીસે રોક્યો. ડ્રાઈવરે ટેમ્પોમાં પ્લાસ્ટિકની વસ્તુઓ ભરેલી હોવાનું કહ્યું અને ગોળ ગોળ જવાબ આપ્યા હતા.
ટેમ્પોમાંથી શું શું જપ્ત થયું
પોલીસે પૂઠાના બોક્સ તપાસ્યા ત્યારે તેમાં પ્લાસ્ટિકની ચીજો મળી. તેની પાછળ દારૂનો મોટો જથ્થો સંતાડેલો હતો.ટેમ્પોમાંથી દમણનો દારૂ (Daman liquor) મળ્યાનું જણાવાયું છે. તેમાં કુલ 12,420 દારૂની બોટલો (liquor bottles) હતી, જેની કિંમત રૂ. 18.70 લાખ થાય છે.દારૂ ઉપરાંત પોલીસે રૂ. 3 લાખની કિંમતની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ પણ કબજે કરી છે. ટેમ્પો સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ. 30 લાખથી વધુ થાય છે.
દારૂની હેરાફેરીમાં ડ્રાઈવરની પૂછપરછમાં બે નામ ખુલ્યા
પોલીસે ટેમ્પોના ડ્રાઈવર દારાસીંગ દીનાનાથી યાદવ (બલીઠા, વાપી)ની પૂછપરછ કરી હતી. તેણે જણાવ્યું કે તેના ગામના સતિષ યાદવે તેને દારૂ ભરેલો ટેમ્પો આપ્યો હતો.
ટેમ્પો માલિક મનીષ યાદવે ભાવનગરના રાજુલા ખાતે જઈને ફોન કરવા કહ્યું હોવાની વિગત પણ ડ્રાઈવરની પૂછપરછમાં બહાર આવી છે. આ માહિતીના આધારે પોલીસે સતિષ યાદવ અને મનીષ યાદવ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ પણ વાંચો: વડોદરા: કોટંબીના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 66,432 બોટલ જપ્ત, રૂ. 1.28 કરોડનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં ઈનોવા ગાડીમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કુલ 12.76 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: અમદાવાદમાં દારૂ ભરેલી ગાડીનો પીછો, SMCનું હવામાં ફાયરિંગ : બુટલેગરો ફરાર
