Gujarat Weather/ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં મુશળધાર વરસાદ

સોમવારે એક જ દિવસમાં સિઝનનો 11 ટકા જેટલો વરસાદ ખાબકતા સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં વહેલી સવાર સુધીમાં….

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં ગુજરાત (Gujarat) રાજ્યના 250 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકા (Dwarka) અને જામનગરમાં (Jamnagar) બારે માસ મેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં (Jamkhambhaliya) આખી રાત વરસાદ (Rain) વરસ્યો છે. સવારે 6 સુધીમાં 18.5 ઇંચ વરસાદ છે. ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.  જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યા સુધીમાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. બંને તાલુકામાં 13- 13 ઈચ વરસાદ નોંધાયો છે. સોમવારે એક જ દિવસમાં સિઝનનો 11 ટકા જેટલો વરસાદ ખાબકતા સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરના રાણાવાવમાં પણ 12 ઇંચ વરસાદ, જામનગરના કાલાવડ માં પણ આખી રાત વરસાદ.. સવારે 6 સુધીમાં 11.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

પોરબંદરના (Porbandar) તમામ તાલુકામાં ભારે વરસાદ છે. માહિતી મુજબ અંદાજે 50થી વધુ તો હાઈવે બંધ કરાયા છે. જેમાં 3 નેશનલ હાઈવે પણ બંધ કરાયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ છે. લોધીકામાં પણ આખી રાત વરસાદ આવતા 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાદરનું પાણી છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા થયા છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાયા છે. અતિભારે વરસાદથી શાળાઓ-કોલેજોમાં પાણી ભરાતા તેમજ લોકોને અવરજવર માટે હાલકી પડતા શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કરછ અને મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રજા જાહેર કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી

આ પણ વાંચો:Gujarat Rain Live: તમારા જીલ્લામાં આજે કેટલો વરસાદ છે, જાણો એક ક્લિક પર

આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ