Gujarat Weather News: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. ડીસા નજીક ડીપ ડિપ્રેશન (Dip Depression) બનતા રાજ્યમાં વરસાદનો (Rain) માહોલ છવાયો છે. આજે સૌરાષ્ટ્રમાં (Saurashtra) અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ઉ.ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આાગહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, આણંદ,દાહોદ, મહીસાગરમાં રેડ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવાી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયા છે. ઉપરાંત, ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે.
ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ (Red Alert) આપવામાં આવ્યું હતું. આજે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 12 જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાત વહીવટી તંત્ર સુરક્ષા બચાવ માટે એલર્ટ થઈ ગયું છે.

ગુજરાતમાં 76 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તેમજ 46 જળાશયો 70 ટકાથી વધુ ભરાતા હાઈ એલર્ટ કરાયા છે. 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,90,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,07,440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. મંગળવાર સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની જાવક, ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46 લાખની જાવક, આજી-4માં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.63 લાખની જાવક, કડાણામાં 1.50 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.25 લાખની જાવક તેમજ ઉંડ-1માં 1.19 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

આ પણ વાંચો:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં મુશળધાર વરસાદ
આ પણ વાંચો:Gujarat Rain Live: તમારા જીલ્લામાં આજે કેટલો વરસાદ છે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ
