રાજકોટ શહેરમાં શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડની ઘટનામાં એક માસ અગાઉ 6 વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ હોસ્પિટલનું સંચાલન ડોક્ટર પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ ઘટનામાં હોસ્પિટલના સંચાલકોની બેદરકારી સામે આવી હતી. બે મહિના વિતીગયા છતા આ ઘટનાનો એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યો નથી. પરંતુ આ બનાવના પગલે ગોકુલ હોસ્પિટલ સાથેનો કરાર પૂર્ણ થયો છે,ત્યારે શિવાનંદ મિશન ટ્રસ્ટ વિસનગર રાજકોટ દ્વારા આ બિલ્ડિંગ કોઈને ન સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ આંદોલન / ખેડૂતો આજે મનાવશે સદભાવના દિવસ, એક દિવસીય ઉપવાસ કરશે
આ અંગે હોસ્પિટલના ટ્રસ્ટી અશોક મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલનો કેટલોક ભાગ સૌરાષ્ટ્ર મેડીકલ એસોસિએશનની સેવા માટે 11 વર્ષના એમઓયુથી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોવિડ હોસ્પિટલ માટે ગોકુલ હોસ્પિટલના સંચાલકો ત્રણ મહિનાથ પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આ 120 બેડની હોસ્પિટલ તંત્રને વિનામૂલ્યે આપવામાં આવી હતી.
s jaishankar / ઇઝરાયેલના વિદેશ મંત્રીને જયશંકરે આપી ખાતરી, દોષિતોને બક્ષવામાં નહીં આવે
સૌરાષ્ટ્ર મેડિકલ એસોસિયેશને સહમતિ દર્શાવ્યા બાદ ગોકુલ હોસ્પિટલને આ બિલ્ડિંગ સોંપવામાં આવી હતી. પરંતુ હવે આ બિલ્ડિંગનો કરાર ફેબ્રુઆરીમાં પૂર્ણ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર એસોસિએશન 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થયો છે. હવે ટ્રસ્ટ દ્વારા બિલ્ડીંગ કોઈને સોંપવામાં આવશે નહીં. આંખની હોસ્પિટલ ચાલુ રહેશે કારણકે તે ટ્રસ્ટ સંચાલિત છે અને બિલ્ડીંગના કોઈને ન આપવી તેવો નિર્ણય કર્યા બાદ અન્ય સેવાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ એ બાબત નિશ્ચિત છે કે હોસ્પિટલનું સમગ્ર સંચાલન શિવાનંદ મિશન ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે.
budget 2021 / લો બોલો… 52 વર્ષ બાદ સંસદ સભ્યોને રેલવેનું નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટેલનું મળશે જમણ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
