Surat News/ સુરતમાં મનપાએ ગુજરાત હાઈકોર્ટની કરી અવમાનના

સીઓપીની જગ્યાને 12 વર્ષ થયા છતાં કોઈ કામગીરી કરાઈ નથી.

Gujarat Top Stories Ahmedabad Surat

Ahmedabad News: સુરતમાં (Surat) મનપાએ (SMC) ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા હોવાનું સામે આવ્યું છે. સુરતના લીંબાયત ઝોનમાં હાઈકોર્ટે બે ઓર્ડર આપ્યા હતા, છતાં આદેશનું પાલન ન કરાતા બિલ્ડરો દ્વારા દબાણ કરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સીઓપીની જગ્યાને 12 વર્ષ થયા છતાં કોઈ કામગીરી કરાઈ નથી.

સુરત શહેરના આઈ શ્રી ખોડિયાર નગર સોસાયટીમાં બિલ્ડરે COPની જગ્યા પર કબ્જો કરતાં સ્થાનિકોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) પહોંચેલા રહીશો COPની જગ્યાને લઈને ન્યાય માટે અપીલ કરી રહ્યા છે. સુરત મનપાએ કામગીરી કરવાની જગ્યાએ પોલીસ પર કેસ કરતા રહીશોએ મનપાને રજૂઆત કરી છે તેમ જાણવા મળ્યું છે. અગાઉ ગોડાદરામાં બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા કિન્નરો પણ મેદાનમાં પડ્યા હતા. તેમની માગ છે કે COPની જગ્યા પર મંદિર બનાવવામાં આવે અથવા રહીશોને જગ્યાનો ઉપયોગ કરવા દેવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટમાં ચોંકાવનારો કિસ્સો, 7 મહિનાની ગર્ભવતી પત્ની અચાનક ગુમ થતા પતિની ગુહાર

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે મેડિકલ બોર્ડ માટે નિયમો જારી કર્યા

આ પણ વાંચો:શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, ગુજરાત હાઈકોર્ટ