દેશભરમાં ઠંડીનો પ્રકોપ છે. ઉત્તરાખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. રાજધાની દિલ્હી સહિત મેદાની પ્રદેશમાં શીતલહેર ફરી વળી છે. રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી કરવા થનગની રહેલા યુવાઓ માટે માઠા સમાચાર છે.
દિલ્હીમાં ઠંડીનો પારો ગગડીને 2.4 ડિગ્રી પહોંચી ગયો છે, જે આગામી અઠવાડીયે વધારે ગગડી શકે છે. 31મી ડિસેમ્બરની રાતથી લઈને 2 જાન્યુઆરી સુધી દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે દિલ્હીમાં તાપમાનનો પારો માઈનસમાં જઈ શકે છે અને બરફવર્ષા અને ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા છે
India Meteorological Department (IMD): Temperature of 2.4°C recorded in Delhi at 6:10 am, today. pic.twitter.com/ijCWWArC5w
— ANI (@ANI) December 28, 2019
હવામાન ખાતાની આગાહી મુજબ સંપૂર્ણ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, બિહારની સાથે પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડશે. જ્યારે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી સુધી સંપૂર્ણ ઉત્તર-પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે. પૂર્વ ભારતમાં 2 જાન્યુઆરી સુધી ઠંડી પડી શકે છે.ઉપરાંત આગામી ત્રણ દિવસો સુધી આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની પણ સંભાવના છે. મપ્ર, બિહાર, ઝારખંડ, સિક્કીમ અને ઓડિશા પણ આગામી બે દિવસ ગાઢ ધુમ્મસમાં રહી શકે છે. જ્યારે 30 ડિસેમ્બર બાદ 4-5 દિવસો સુધી ઉત્તર-પૂર્વમાં ગાઢ ધુમ્મસ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
