Gandhinagar News/ મહિલા ખેલાડીઓને અપાશે પ્રોત્સાહનરૂપી વર્ષ 2024-25 અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર’

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat
Image 2025 03 13T144459.487 મહિલા ખેલાડીઓને અપાશે પ્રોત્સાહનરૂપી વર્ષ 2024-25 અંતર્ગત 'મહિલા રોકડ પુરસ્કાર'

Gandhinagar News: રાજ્યની મહિલા ખેલાડી (Woman Player)ઓ કોઈ પણ એક રમતમાં “મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ 2024-25″માં ભાગ લેવા તા. 18 માર્ચ થી તા. 17 એપ્રિલ 2025 સુધીમાં અરજી કરી શકશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર’ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ 2024-25માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https: // sportsauthority.gujarat.gov.in પર તા. 18 માર્ચ થી તા. 17 એપ્રિલ 2025 સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલા ખેલાડી પર 2 વર્ષથી બળાત્કાર, કોચ સહિત 60થી વધુ લોકો પર આરોપો; 6ની ધરપકડ

આ પણ વાંચો:ICCએ મહિલા ક્રિકેટરો માટે કરી મોટી જાહેરાત,મહિલા ખેલાડીઓને પુરૂષો જેટલી જ ઈનામી રકમ મળશે

આ પણ વાંચો:મહિલા ખેલાડીએ આ તસવીર શેર કરીને મચાવ્યો હંગામો, દુનિયાને કહ્યું- શું છે મારી વાસ્તવિકતા