Ladakh Leh Earthquake 5.5 Magnitude News: લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 6:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. સવારના સમયે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા કેટલાક લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, આ ભૂકંપથી કોઈ મોટા નુકસાન કે જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
Earthquake કેવી રીતે આવે છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પૃથ્વીની અંદર રહેલી ટેક્ટોનિક પ્લેટો સતત હલનચલન કરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા તેમની વચ્ચે ભારે દબાણ સર્જાય છે, ત્યારે ભૂગર્ભમાં ઊર્જા એકઠી થાય છે. જ્યારે આ દબાણ અચાનક બહાર નીકળે છે ત્યારે પૃથ્વીની સપાટી પર કંપન થાય છે, જેને આપણે ભૂકંપ(Earthquake) તરીકે અનુભવીએ છીએ. જે વિસ્તારોમાં ટેક્ટોનિક પ્લેટોની હલચલ વધારે હોય છે, ત્યાં ભૂકંપની શક્યતા પણ વધુ રહે છે.
EQ of M: 5.5, On: 13/08/2026 06:05:15 IST, Lat: 36.881 N, Long: 74.402 E, Depth: 10 Km, Location: Leh, Ladakh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/PWjNXlhVk0— National Center for Seismology (@NCS_Earthquake) August 13, 2026
ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?
ભૂકંપની(Earthquake) તીવ્રતા સામાન્ય રીતે રિક્ટર સ્કેલ પર દર્શાવવામાં આવે છે. ઓછી તીવ્રતાના ભૂકંપ ઘણી વખત લોકોને અનુભવાતા પણ નથી, જ્યારે તીવ્રતા વધે તેમ ઈમારતો અને અન્ય માળખાઓને નુકસાન થવાનું જોખમ પણ વધી શકે છે. ખાસ કરીને 7 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. જોકે ભૂકંપથી થતું વાસ્તવિક નુકસાન તેની ઊંડાઈ, કેન્દ્રથી અંતર અને સ્થાનિક બાંધકામની મજબૂતી જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે.
પાલઘરમાં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા
આ અગાઉ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં પણ ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાયા હતા. એક કલાકની અંદર આવેલા બે આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. પ્રથમ આંચકો રાત્રે 10:04 વાગ્યે અને બીજો રાત્રે 11:00 વાગ્યે આવ્યો હતો. આંચકા અનુભવાતા કેટલાક લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. લેહમાં આવેલા 5.5ની તીવ્રતાના ભૂકંપ બાદ હવે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:દિલ્હીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, 2.9ની તીવ્રતા નોંધાઈ
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં મધરાતે 2 કલાકમાં ભૂકંપના 4 આંચકા, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.2 ની તીવ્રતા નોંધાઈ
