US Apache Helicopter Crash Fort Hood Texas News: અમેરિકાના ટેક્સાસમાં ફોર્ટ હૂડ નજીક ઓપરેશન દરમિયાન યુએસ આર્મીનું AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર(Helicopter crash) એક ખેતરમાં ક્રેશ થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના મોત થયા છે.
બંને પાયલટના મોતની પુષ્ટિ
બેલ કાઉન્ટી શેરિફ ઓફિસે અકસ્માતમાં બંને પાયલટના મોતની પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી તેમના નામ અને ઓળખ જાહેર કરવામાં આવી નથી. હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થયા બાદ તેનો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. સદનસીબે હેલિકોપ્ટર જમીન પર પડતી વખતે કોઈ રહેણાંક મકાન કે અન્ય ઈમારત સાથે અથડાયું નહોતું. જોકે, અકસ્માત બાદ ખેતરમાં લાગેલી આગને કારણે સુરક્ષાના કારણોસર આસપાસના કેટલાક વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા હતા.
🇺🇸 Two soldiers were killed when a U.S. Army AH-64 Apache attack helicopter crashed in a field south of Salado, in Central Texas, around 1:35 p.m. local time on Wednesday, Aug. 12. Both pilots on board died, the Bell County Sheriff’s Office and Fort Hood confirmed.
The… pic.twitter.com/DvdgSBqx84
— 🔥🗞The Informant (@theinformant_x) August 12, 2026
અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી
અપાચે હેલિકોપ્ટર(Helicopter crash) અચાનક કયા કારણોસર ક્રેશ થયું તેની હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અકસ્માત પાછળ ટેક્નિકલ ખામી, ઓપરેશન દરમિયાન બનેલી પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણ હતું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફોર્ટ હૂડની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે.
AH-64 અપાચે કેટલું શક્તિશાળી છે?
AH-64 અપાચે અમેરિકન આર્મીનું અત્યાધુનિક ટ્વિન-એન્જિન એટેક હેલિકોપ્ટર છે. તેને ખાસ કરીને જમીન પરના સૈન્ય ઠેકાણાં અને બખ્તરબંધ વાહનો સામેની કામગીરી માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરમાં(Helicopter crash) આધુનિક સેન્સર અને વિવિધ પ્રકારની સૈન્ય પ્રણાલીઓ હોય છે. તેનો ઉપયોગ અમેરિકન સેનાએ અનેક સૈન્ય અભિયાનો દરમિયાન કર્યો છે. આ ગંભીર અકસ્માત બાદ અમેરિકન સૈન્ય દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: ચીનની ‘ફાઈવ ફિંગર’ નીતિ અને અરુણાસલ સરહદ વિવાદ; જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:પૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડે રશિયા તરફથી આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનમાં મોટી જવાબદારી સંભાળી
આ પણ વાંચો:અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે નવો નિયમ, ભારતીયો પર પડશે સીધી અસર
