CJI Chandrachud Russia Ukraine dispute arbitrator: ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને રશિયા તરફથી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાનૂની વિવાદમાં મધ્યસ્થ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મામલો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી થયેલા નુકસાન અને યુક્રેનની સરકારી બેંક ઓશાદબેન્કની સંપત્તિ સાથે જોડાયેલો છે.
સૈંકડો મિલિયન ડોલરના વિવાદમાં CJI DY Chandrachud ની ભૂમિકા
અહેવાલો અનુસાર, ડીવાય ચંદ્રચૂડ(CJI DY Chandrachud ) એક આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરશે. આ ટ્રિબ્યુનલ યુક્રેનની સરકારી બેંક ઓશાદબેન્ક દ્વારા દાખલ કરવામાં આવેલા રોકાણ સંબંધિત વિવાદની સુનાવણી કરી રહ્યું છે. આ મામલો મુખ્યત્વે યુક્રેનના ડોનેત્સ્ક, લુહાંસ્ક, ખેરસોન અને ઝાપોરિઝ્ઝિયા વિસ્તારોમાં બેંકની સંપત્તિ અને તેના બિઝનેસ ઓપરેશન્સને થયેલા નુકસાન સાથે સંબંધિત છે.

યુદ્ધમાં બેંકને ભારે નુકસાનનો દાવો
ઓશાદબેન્કનો દાવો છે કે વર્ષ 2022માં રશિયાના મોટા પાયે સૈન્ય હુમલા બાદ યુક્રેનના દક્ષિણ અને પૂર્વીય વિસ્તારોમાં તેની સંપત્તિ તથા બેંકિંગ કામગીરીને મોટું નુકસાન થયું હતું. બેંકના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિને કારણે તેને કરોડો ડોલરનું નુકસાન થયું છે. બેંકના CEO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, યુદ્ધને કારણે બેંકને અંદાજે 460 મિલિયન અમેરિકન ડોલરનું(CJI DY Chandrachud ) નુકસાન થયું છે. તેમાં લગભગ 379 મિલિયન ડોલરનું સીધું નુકસાન સામેલ હોવાનું જણાવાયું છે.
1998ના કરાર હેઠળ ચાલી રહી છે કાનૂની લડાઈ
આ સમગ્ર કાનૂની વિવાદ રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 1998માં થયેલા દ્વિપક્ષીય રોકાણ કરારના આધારે આગળ વધી રહ્યો છે. ઓશાદબેન્કનો આરોપ છે કે રશિયાએ આ કરારની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. હવે આ આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનમાં પૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડની(CJI DY Chandrachud ) ભૂમિકા મહત્વપૂર્ણ બની છે. જોકે, આ મામલે અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે અને આર્બિટ્રેશનની પ્રક્રિયા આગળ વધવાની છે. આ નિયુક્તિ એવા સમયે સામે આવી છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક કાનૂની અને આર્થિક વિવાદો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો:કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર; 240થી વધુના મોત, 2000થી વધુ લોકો ગુમ
આ પણ વાંચો:ચીનમાં ડોલ્ફિન વાવાઝોડાનો આતંક; 1300 ફ્લાઈટ્સ રદ, લાખો લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો:પાકિસ્તાન સરહદે મળી આવી સદીઓ જૂની વસાહત; પુરાતત્વિય સાઇટ પર મોટા ખુલાસા
