World News/ પાકિસ્તાન સરહદે મળી આવી સદીઓ જૂની વસાહત; પુરાતત્વિય સાઇટ પર મોટા ખુલાસા

કચ્છ-Pakistan border નજીક જમીન નીચે દટાયેલી સદીઓ જૂની પુરાતત્વિય વસાહત મળી આવી છે. BSF ની મદદથી ઓક્સફર્ડ અને કચ્છ યુનિવર્સિટી દ્વારા સંશોધન શરૂ છે.

Top Stories World
Pakistan border

Pakistan border Archaeological Site Discovery:  કચ્છ-પાકિસ્તાન(Pakistan border) સરહદ નજીક ગ્રેટ રણ ઓફ કચ્છમાંથી પુરાતત્વવિદોને એક મહત્વપૂર્ણ અને રહસ્યમય સ્થળ મળ્યું છે. વર્ષ 2024 દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા BSF જવાનોના ધ્યાનમાં આવેલી આ સાઇટ પર છેલ્લા લગભગ બે વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં અહીં સદીઓ જૂની માનવ વસાહતના અવશેષો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

BSFના ધ્યાનમાં આવી હતી પુરાતત્વીય સાઇટ

મળતી માહિતી મુજબ, વર્ષ 2023-24 દરમિયાન સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે BSFના જવાનોને જમીન પર કેટલાક અસામાન્ય અવશેષો જોવા મળ્યા હતા. ત્યારબાદ આ અંગે સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. વર્ષ 2024થી કચ્છ યુનિવર્સિટી સહિત PRL, BSIP, પુણેની ડેક્કન કોલેજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલી ટીમો દ્વારા સ્થળ પર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સંશોધન હજુ પ્રાથમિક તબક્કામાં હોવાથી અનેક બાબતો અંગે અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી છે.

Pakistan border પર 100થી વધુ હાડપિંજર મળ્યાનો દાવો

આ સાઇટનું સૌથી રહસ્યમય પાસું અહીં મળી આવેલા માનવ અવશેષો છે. એક સ્થળે 100થી વધુ હાડપિંજર હોવાની માહિતી સામે આવી છે. ખાસ વાત એ છે કે અનેક હાડપિંજર એકસરખી દિશામાં જોવા મળ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કારણે આ જગ્યા કોઈ પ્રાચીન કબ્રસ્તાન સાથે જોડાયેલી હતી કે પછી કોઈ મોટી કુદરતી આપત્તિમાં લોકોના મૃત્યુ થયા હતા, તે અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે.

નદીનું વહેણ બદલાયું કે કુદરતી આપત્તિ આવી?

સંશોધકો સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વસાહત Pakistan border ની જમીનની નીચે કેવી રીતે દટાઈ ગઈ?

પ્રાથમિક અનુમાન મુજબ કોઈ મોટી કુદરતી આપત્તિ, પૂર અથવા સિંધુ નદીના વહેણમાં આવેલા મોટા ફેરફારને કારણે વસાહત નાશ પામી હોઈ શકે છે. 1819ના કચ્છના ભૂકંપ બાદ નદીના પ્રવાહમાં થયેલા ફેરફાર સાથે પણ આ સ્થળને જોડીને શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.

દીવા, માટીના વાસણો અને સિક્કા મળ્યા

વસાહતના અવશેષોમાંથી તેલના દીવા, માટીના વાસણો, બરણીઓ, તાંબાના સિક્કા અને રમકડાં જેવી વસ્તુઓ મળી હોવાની માહિતી છે. આ અવશેષોના આધારે અહીં સદીઓ પહેલાં માનવીય જીવન ધબકતું હતું તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સંશોધન ચાલુ છે. નિષ્ણાતોના વધુ અભ્યાસ બાદ જ આ વસાહતની ચોક્કસ ઉંમર, લોકોના જીવન અને તેના વિનાશનું કારણ શું હતું તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.


આ પણ વાંચો:મોજતબા ખામેનેઈની તબિયતને લઈને અફવાઓ વચ્ચે સામે આવ્યો વીડિયો

આ પણ વાંચો:H-1B વિઝા ધારકોની મુશ્કેલી વધશે? અમેરિકામાં 60 દિવસની ગ્રેસ પિરિયડ પર મોટો નિર્ણય શક્ય

આ પણ વાંચો:બેંગકોકની સ્કૂલમાં ખૂની ખેલ; વિદ્યાર્થીએ દાદા-દાદીની હત્યા કરી સ્કૂલમાં કર્યો ગોળીબાર, 8ના મોત