Gandhinagar News/ ગાંધીનગર નવા સચિવાલયના બ્લોક-9માં આગ, બેઝમેન્ટમાં રહેલો રેકોર્ડ બળીને ખાખ

ગાંધીનગર (Gandhinagar) ના નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી હતી

Top Stories Gandhinagar Gujarat
Gandhinagar

Gandhinagar News: ગાંધીનગરના નવા સચિવાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગી હતી, જ્યાં વિવિધ પ્રકારનો રેકોર્ડ રાખવામાં આવ્યો હતો. આગની લપેટમાં આવતાં બેઝમેન્ટમાં રહેલો રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાન અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.