Usa News : અમેરિકામાં બે સાંસદોને તેમના ઘરમાં ઘુસીને ગોળી મારી દેલાની ચકચારી ઘટના બની છે. ગોળીબારના આ બનાવમાં મહિલા સાંસદ અને તેમના પતિ મોતને ભેટ્યા હતા. જ્યારે એક સાંસદ તથા તેમની પતની ઈજાગ્રસ્ત થયા હતા. મિનેસોટાના બે ડેમોક્રેટિક સાંસદોને તેમના ઘરમાં ગોળી મારી દેવામાં આવી હતી. પહેલી ઘટનામાં, ડેમોક્રેટિક સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ મેલિસા હોર્ટમેન અને તેમના પતિ માર્કનું મૃત્યુ થયું હતું.
બીજી ઘટનામાં, ડેમોક્રેટિક સ્ટેટ સેનેટર જોન હોફમેન અને તેમની પત્ની યવેટને ગોળી મારી દેવામાં આવી હતી. બંને ઘાયલ થયા છે. બંનેની સર્જરી કરવામાં આવી છે અને ડોકટરોને આશા છે કે તેઓ બચી જશે.આ માહિતી મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલો રાજકીય કારણોસર કરવામાં આવ્યો હોય તેવું લાગે છે.
વોલ્ઝે કહ્યું કે પોલીસને મિનેપોલિસ નજીકના બે વિસ્તારોમાં ગોળીબારની માહિતી મળી હતી- ચેમ્પલિન અને બ્રુકલિન પાર્ક. અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.પોલીસે જણાવ્યું હતું કે બંને સાંસદોના ઘર ચેમ્પલિન અને બ્રુકલિન પાર્કમાં એકબીજાથી થોડા માઇલ દૂર છે. સેનેટર હોફમેન અને તેમની પત્ની યવેટને શનિવારે સવારે 2 વાગ્યે, ભારતીય સમય મુજબ સવારે 11:30 વાગ્યે ચેમ્પલિનમાં ગોળી મારી દેવામાં આવી હતી.
હોફમેનને ઓછામાં ઓછી બે અને યવેટને ત્રણ વાર ગોળી મારી દેવામાં આવી હતી. આ દંપતી તેમની પુત્રી હોપ સાથે પણ રહે છે. જોકે, ઘટના સમયે તે ઘરે હતી કે નહીં તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.મેલિસા હોર્ટમેન અને તેના પતિ માર્ક પર બ્રુકલિન પાર્ક વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક આ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી દીધી છે અને એક શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
બ્રુકલિન પાર્કમાં લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે. પોલીસે ચેતવણી આપી છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ દરવાજો ખખડાવે તો ગેટ ખોલશો નહીં, પરંતુ પહેલા 911 પર ફોન કરીને જાણ કરો. લોકોને કહેવામાં આવ્યું છે કે જો ફક્ત એક જ પોલીસ અધિકારી હોય તો પણ ગેટ ન ખોલો.લોકોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બે પોલીસ અધિકારીઓ તેમની સાથે ન આવે ત્યાં સુધી દરવાજો ન ખોલો. આ હુમલો રાજકીય કારણોસર કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણોસર, પરંતુ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ઈરાની સફરજન મંગાવી આપવાનું કહીને અમદાવાદના વેપારી સાથે 15.70 લાખની છેતરપિંડી
આ પણ વાંચો:ઈરાનમાં અચાનક ગાયબ થઈ ગયો ભારતીય પરિવાર, ભારતીય દૂતાવાસે મામલો ઉઠાવ્યો
આ પણ વાંચો:ઈરાન ભારતનો ઉલ્લેખ કરવા તૈયાર ના થયું તો શાહબાઝ શરીફના બદલાયા સૂર
