Not Set/ ICC World Cup : ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં આજે પણ પડ્યો વરસાદ તો આ પરિણામ થશે જાહેર

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નાં પ્રથમ સેમીફાઈનલનાં મુકાબલામાં વરસાદે મોટુ વિઘ્ન ઉભુ કર્યુ હતુ. માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડમાં સતત થઇ રહેલા વરસાદનાં કારણે મેચને હવે રિશેડ્યૂલ કરવામાં આવતા મેચ આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. રિજર્વ ડેનાં નિયમો મુજબ આજે મેચ ત્યાથી જ શરૂ કરવામાં આવશે જ્યાથી ગઇ કાલે રોકવામાં આવી હતી. જેનો અર્થ એ છે કે […]

Top Stories Sports

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નાં પ્રથમ સેમીફાઈનલનાં મુકાબલામાં વરસાદે મોટુ વિઘ્ન ઉભુ કર્યુ હતુ. માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડમાં સતત થઇ રહેલા વરસાદનાં કારણે મેચને હવે રિશેડ્યૂલ કરવામાં આવતા મેચ આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. રિજર્વ ડેનાં નિયમો મુજબ આજે મેચ ત્યાથી જ શરૂ કરવામાં આવશે જ્યાથી ગઇ કાલે રોકવામાં આવી હતી. જેનો અર્થ એ છે કે ન્યૂઝીલેન્ડનો ગઇ કાલનો સ્કોર 46.1 ઓવરમાં 211/5 હતો તે આજે 46.1 ઓવરથી જ શરૂ કરવામા આવશે. જો કે ગઇ કાલે વરસાદમાં ધોવાયેલી મેચ આજે પણ ધોવાય તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. સ્થાનિક હવામાન વિભાગનું કહેવુ છે કે, બુધવારે માન્ચેસ્ટરમાં 80 ટકા વરસાદ પડી શકે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

માન્ચેસ્ટરમાં થઇ રહેલા સતત વરસાદનાં કારણે જો આજે પણ મેચ રમાતી નથી તો ભારત માટે ફાયદો થઇ જશે અને તે સીધી ફાઈનલમાં પહોચી જશે. જેનુ કારણ લીગ રાઉન્ડમાં પોઈન્ટ ટેબલ પર ટીમ ઈંન્ડિયાનું ટોપ પર રહેવુ બતાવવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતિમાં જે ટીમનાં પોઈન્ટ સૌથી વધારે હોય તે ટીમ પછીનાં રાઉન્ડમાં પ્રવેશ કરતી હોય છે. આ સમયે ભારત સૌથી વધુ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ટોપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 11 પોઈન્ટની સાથે ચોથા સ્થાને છે. આ સિવાય જો આજે વરસાદ ઓછો રહે છે કે થોડો સમય બાદ બંધ થઇ જાય છે ત્યારે આઈસીસી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ માટે મેચ રેફરી ડકવર્થ લુઇસ નિયમ મુજબ ભારતને લક્ષ્ય આપી શકે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે, વિશ્વકપ 2019નાં પહેલા સેમીફાઈનલમાં મંગળવારે ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડએ 46.1 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 211 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમ્સને 67 રન બનાવ્યા હતા. રોસ ટેલરે 67 રન બનાવ્યા અને ટોમ લેથમ 3 રન બનાવીને નોટ આઉટ છે. ભારત માટે ગઇ કાલે મેચમાં ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ચટકાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન