gujarat weather news/ રાજ્યમાં ચોમાસું સક્રિય, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસી શકે મેઘરાજા, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત (Gujarat) માં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. આગામી 3 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું સંકટ

હવામાન વિભાગના અનુમાન મુજબ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. ઉમરગામ, દમણ, વલસાડ, સુરત અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, રાજકોટ અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહનચાલકોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે. લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી થોડા કલાકો દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની સંભાવના છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી!

આ પણ વાંચો : દેશના 19 રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, વાંચો અહેવાલ

આ પણ વાંચો : અંબાલાલ પટેલની મોટી આગાહી! 29 જૂનથી 7 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી