@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રામાં રસીકરણ વધારવા માટે રાત્રી રસી આપવાની કામગીરી ચાલે છે, ત્યારે ધ્રાંગધ્રા વોર્ડ નં. 6માં રસીકરણની કામગીરીમાં લોકો ઉત્સાહ સાથે રસી લેવા આવતા રસી ખૂટી ગઇ હતી. જો કે મળી રહેલી માહિતી અનુસાર, આગામી દિવસે બીજા કેમ્પની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

શું આ છે વિકાસ?: થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા
ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 6 વિસ્તારમાં covid વેક્સિનેશનનાં ભાગરૂપે 45 વર્ષ ઉપરનાં નાગરીકોએ પ્રથમ ડોઝ લેવાનો બાકી હતો. તેવા નાગરિકોને સોમપુરાની વાડી, કાશી કુવા પાસે રાખવામાં આવ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા ઉમટી પડ્યાં હતા. ત્યારે માત્ર પચાસ વેક્સિન લઈને આવેલા આરોગ્યની ટીમે ફરી વેક્સિન લેવા માટે દોડી ગયા હતા. ત્યારે વધુ 18 ડોઝ હાજર સ્ટોકમાં હોવાથી વેક્સિન કેન્દ્ર પર વેક્સિન ખુટી જતા ઘણા લોકો પરત ગયા હતા. ત્યારે આગામી દિવસોમાં ફરી કેમ્પનું આયોજન કરી બાકી લોકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરાશે તેમ જણાવવામાં આવ્યું હતુ. ત્યારે વેક્સિન કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તારનાં સુધરાઈ સભ્યો રફીકભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, દક્ષાબેન મકવાણા, મયુરભાઈ દવે , કિરીટસિંહ જાડેજા, વસીમભાઈ, મુકુલભાઈ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉગ્ર રજુઆત: પાલ્લી ગામના વૃંદાવન ફળિયામાં આદિવાસી પરિવારો માટે પીવાના પાણીની સુવિધાઓના કામો ખુદ પાંચ વર્ષોથી જ તરસ્યા
ઉલ્લેખનીય છે કે, દેશ અને રાજ્યમાં હવે દૈનિક કેસોમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર મોટુ તાંડવ કર્યા બાદ શાંત થઇ હોઇ તેવુ દૈનિક કેસોને જોતા લાગી રહ્યુ છે. જો કે કોરોનાનાં કેસમાં ઘટાડો ભલે થયો હોય પણ સાવચેતી રાખવાની સલાહ આજે પણ સરકાર દ્વારા આપવામા આવી રહી છે. આ મહામારીનો અંત લાવવા માટે દેશમા મોટી સંખ્યામાં વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. તમામને વેક્સિન મળી રહે તે માટે હવે વડાપ્રધાન મોદીએ વેક્સિનને નિઃશુલ્ક પણ જાહેર કરી દીધી છે.

