નાગપુરમાં ભાષણ થોડાક જ સમય પછી સોશિયલ મીડિયા પર પ્રણવ મુખર્જીની સંઘ નેતાઓ જેવી સલામી કરતી ફેક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પ્રણવજીની દીકરી શર્મિષ્ઠાએ આ ભાજપની કરતુત બતાવી છે.
શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે મને જેનો ડર હતો એ જ થયું જેના માટે મે મારા પિતાને સલાહ પણ આપી હતી. થોડાક જ સમયની અંદર જ ભાજપ-સંઘના ડર્ટીટ્રીક્સ વિભાગે પોતાનું કામ શરુ કરી દીધું છે.
આ ફોટોને ફોટોશોપ દ્વારા ટ્રીટ કરવામાં આવ્યું છે, જેમાં પ્રણવ મુખર્જીને સંઘના બીજા સ્વયંસેવકો જેમ અભિવાદન કરતા દર્શાવવામાં આવ્યા છે, હકીકતમાં પ્રણવ મુખર્જીએ એવું કઈ પણ કર્યું જ ન હતું.
Real 1 n fake 2 ye kalakari bjp itcell ….kuch to sharm rakho..jo bola hai wo ni bataynge.@MahilaCongress @ChitraSarwara @sushmitadevmp @chouhan_sumitra @INCIndia @IYC @RahulGandhi @neetuvermasoin @DeependerSHooda @rssurjewala @Sharmistha_GK @INCHaryana @HaryanaPMC pic.twitter.com/YZQvohHmOG
— Ruchi Sharma (@RuchisharmaINC) June 7, 2018
તમને જણાવી દઈકે નાગપુરમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલયમાં પૂર્વ રાષ્ટ્રપતિ સંબોધન કરે એ પેહલા જ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પિતાને સલાહ આપતા કહ્યું હતું કે, RSS તમારો ખોટો ઊપયોગ કરશે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે બીજેપી-આરએસએસ જુઠ્ઠી વાર્તા બનાવાની ખુલી છૂટ આપી રહ્યા છો. આજની જેવી જ અફવા અને તેને એવી રીતે રજુ કરી રહ્યા છે જેમકે ખુબજ વિશ્વનીય હોય. આ તો હજુ શરુઆત છે.
Hope @CitiznMukherjee now realises from todays’ incident, how BJP dirty tricks dept operates. Even RSS wouldn’t believe that u r going 2 endorse its views in ur speech. But the speech will be forgotten, visuals will remain & those will be circulated with fake statements. 1/2
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) June 6, 2018
પિતાને હવે અહેસાસ થશે કે ભાજપનો ડર્ટી ડીપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરશે. શર્મિષ્ઠાએ કહ્યું હતું કે તમારા ભાષણને ભૂલાવી દેવામાં આવશે, બસ તસવીરો યાદ રહેશે અને તેને નકલી નિવેદનો સાથે ફેલાવશે.
