Not Set/ Video: વડોદરા જેલમાં હાઇ પ્રોફાઇલ આરોપીઓને મળે છે VIP ટ્રીટમેન્ટ

વડોદરા, વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઇલ મળવાને મામલે હવે પાકા કામના એક કેદીએ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. અધિકારીઓની રહેમનજર હેઠળ વીવીઆઇપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. કેદીઓનું કહેવું છે કે, 15,000 આપો તો મોબાઈલ આપવામાં આવે છે, જયારે 10,000 રૂપિયા આપો તો ટીફીનની સેવા મળે છે અને દારૂ પણ જેલમાં પીવા મળે […]

Top Stories Gujarat Vadodara Trending Videos

વડોદરા,

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઇલ મળવાને મામલે હવે પાકા કામના એક કેદીએ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. અધિકારીઓની રહેમનજર હેઠળ વીવીઆઇપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. કેદીઓનું કહેવું છે કે, 15,000 આપો તો મોબાઈલ આપવામાં આવે છે, જયારે 10,000 રૂપિયા આપો તો ટીફીનની સેવા મળે છે અને દારૂ પણ જેલમાં પીવા મળે છે, અનેક આવા ગંભીર આરોપો કેદીઓએ પોલીસઅધિકારીઓ પર લગાવ્યા છે.

ગુનેગારોને સજાના ભાગ રુપે જેલમાં મોકલવામાં આવે છે.ત્યારે કેટલાક લાંચિયા અધિકારીઓ કાયદો ખિસ્સામા લઈને ફરતા હોય તેમ પૈસા લઈને કેદીઓને સુખ સુવિધા આપે છે.પૈસાદાર આરોપીઓ માટે હવે જેલ નહીં ફાઈવ સ્ટાર હોટલની ગરજ સારી રહી છે.

વડોદરાના સેન્ટ્રલ જેલમાં કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતાં. જેમાં એક પાકા કામનો કેદી અને ત્રણ કાચા કામના કેદીની ઝડતી લેતા તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં હડકંપ મચી ગયો હતો. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ તમામ કેદીઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં આ કેદીઓએ મીડિયામાં બિન્દાસ જણાવ્યુ હતું કે, આ મોબાઈલ તેમના જ છે અને જેલમા મોબાઈલ ફોનના ઉપયોગ માટે જેલના અધિકારીઓને રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં જેલના કેદીઓએ કહ્યુ કે,મોબાઈલની સાથે તેઓ દારૂની મહેફિલ પણ માણે છે.

જો કે તેના માટે જેલ પ્રશાસનના ઉપરથી નીચે સુધી તમામ નાના મોટા અધિકારીઓને હપ્તો ચૂકવવો પડે છે. તેવો આરોપ જેલ તંત્ર પર લગાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આવો જ જેલની અંદરનો મોબાઈલનો વીડિયો એક માસ પહેલા સુરેન્દ્રનગરની જેલનો વાઈરલ થયો હતો. .જેમાં કેદીને માર મારતા કેદીએ જેલની અંદરનો વિડીયો વાયરલ કર્યો હતો જેમાં કેદીઓ પાસે મોબાઈલ તંબાકુ અને ગુટખા પણ જેલમાં જોવા મળ્યા હતા.

વિડીયો વાઈરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તો કેટલાક અધિકારીઓની બદલી પણ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે જવાબદારી અધિકારીઓ સામે  તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં ?કે પછી હંમેશની જેમ જૈસે થે .હોતી હૈ ચલતી હૈની જેમ આ મામલામાં પણ ઢાંકપિછડો કરવામાં આવશે અને લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ તેમની મનમાની કરતાં રહેશે ? એ તો આવનારો સમય જ કહેશે.