Gujarat News: જાણીતા કથાકાર રાજુગીરીબાપુ વિવાદમાં સપડાયા છે. હાલમાં જ રાજુગીરીબાપુએ ઉનાની કથામાં વિવાદીત નિવેદન આપીને નવી વિવાદ છેડ્યો હતો.બાપુએ કોળી ઠાકોર સમાજ પર વિવાદીત નિવેદન આપ્યું હતું. સીમરધામ ગીરમા શિવકથામા રાજુબાપુએ પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા જીભ લપસી હતી. જેમાં ઉદાહરણ તરીકે કોળી – ઠાકોર સમાજ વિશે બોલતા લોકોમાં રોષ છવાયો હતો.
કોળી અને ઠાકોર સમાજ વિશે અયોગ્ય ટીપ્પણી કથામા કરાતા કોળી અને ઠાકોર સમાજમા કથાકાર રાજૂબાપૂ સામે રોષ જોવા મળી રહ્યો છે. જે બાદ કથાકાર રાજુબાપુએ માફી માગતો વિડિયો વાયરલ કર્યો છે. જેમાં રાજુગીરીબાપુ કહી રહ્યા છે કે, કોળી ઠાકોર સમાજની માફી માંગું છું. મારે કોઈ સમાજને ઠેસ પોહચાડવાનો ઈરાદો હતો નહિ.જો કે તેમ છતાં કોળી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં વિરોધ યથાવત.
આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત
આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ
આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ
