Not Set/ IND vs NZ 5th T20/ આજે ટીમ ઈન્ડિયા માટે ટોસ રહેશે ખાસ, જાણો

છેલ્લી બે મેચોમાં હારેલી બાજી જીતનાર ભારતીય ટીમ આજે પાંચમી અને છેલ્લી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડનાં સુપડા સાફ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે, અથવા એમ કહી શકાય કે આજે ભારતીય ટીમની નજર ન્યૂઝીલેન્ડને 5-0 થી હરાવવા પર હશે. પરંતુ આજની મેચમાં બંને ટીમો માટે ટોસ ખાસ ભૂમિકામાં રહેશે. આંકડા દર્શાવે છે કે અહીં બે ઓવલ મેદાન પર […]

Top Stories Sports

છેલ્લી બે મેચોમાં હારેલી બાજી જીતનાર ભારતીય ટીમ આજે પાંચમી અને છેલ્લી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડનાં સુપડા સાફ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે, અથવા એમ કહી શકાય કે આજે ભારતીય ટીમની નજર ન્યૂઝીલેન્ડને 5-0 થી હરાવવા પર હશે. પરંતુ આજની મેચમાં બંને ટીમો માટે ટોસ ખાસ ભૂમિકામાં રહેશે. આંકડા દર્શાવે છે કે અહીં બે ઓવલ મેદાન પર પ્રથમ બેટિંગે ફાયદાકારક રહી છે.

માઉન્ટ માઉગાનુઇમાં ભારે હવા વિરુદ્ધ બોલિંગ કરવામાં ભારે મુશ્કેલી પડી શકે છે. અહીં રમાયેલી પાંચ ટી-20 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. આવી સ્થિતિમાં જો ભારત ટોસ જીતે છે, તો વિરાટ કોહલી ચોક્કસપણે આ આંકડા પર નજર રાખશે. ન્યૂઝીલેન્ડ ત્રણ અથવા વધુ મેચની દ્વિપક્ષીય ટી-20 શ્રેણીમાં બધી મેચ ક્યારેય હાર્યું નથી. વર્ષ 2005 થી, તે દ્વિપક્ષી ટી-20 શ્રેણીની તમામ મેચ ફક્ત એક જ વાર હારી છે જ્યારે ઇંગ્લેન્ડે તેને ફેબ્રુઆરી 2008 માં 2-0થી હરાવ્યું હતું.

આ બે ઓવલ પીચથી શરૂઆતમાં પેસ બોલરોને ફાયદો થશે. મોટા સ્કોરની સંભાવના છે. વિકેટ ટફ છે, તેથી ટીમને બેટિંગ કરવાથી ફાયદો થશે. આ પિચનો સરેરાશ સ્કોર 181 રન છે. આ પિચ પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે 8 માંથી 7 મુકાબલો જીત્યા છે. આ મેદાન પર, ભારતે 2019 ની ટૂર પર 2 વનડે મેચ રમી હતી. બંને મેચમાં ટીમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતીય ટીમ આ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત ટી-20 મેચ રમશે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ સીરીઝ ક્લિન સ્વીપ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. ત્રીજી મેચ જીત્યા બાદ તેણે કહ્યું કે ટીમ હવે શ્રેણી 5-0 થી જીતવાનો પ્રયત્ન કરશે. ટીમ ઇન્ડિયાએ આ વર્ષે રમાયેલી તેમની તમામ 7 મેચ જીતી લીધી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ છેલ્લી 5 મેચમાં હાર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.