Surat News/ સુરતના નવીપારડીમાં કરુણ દુર્ઘટના! ઘરના આંગણે રમતા 1 વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળ્યો, મોત

Surat Kamrej Accident: સુરતના કામરેજ તાલુકાના નવીપારડી ગામમાં ઘરના આંગણે રમતા એક વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળતાં મોત થયું. CCTVના આધારે કામરેજ પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Surat
Surat Kamrej Accident: સુરતના નવીપારડીમાં ટેમ્પો નીચે કચડાતાં 1 વર્ષના બાળકનું મોત

Surat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી (Surat Kamrej Accident) છે. ઘરના આંગણે રમી રહેલા એક વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળતાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ટેમ્પોચાલક વાહન રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Surat Kamrej Accidentછ ઘરના આંગણે રમતા બાળક સાથે દુર્ઘટના

મળતી માહિતી મુજબ, કામરેજ (Kamrej News) તાલુકાના નવીપારડી ગામના ખોડિયારનગર વિસ્તારમાં એક શ્રમિક પરિવારનું એક વર્ષનું બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. આ દરમિયાન શેરીમાં ઊભેલા માલવાહક ટેમ્પોના ચાલકે વાહન પાછળ લેતાં બાળક તેની અડફેટે આવી ગયું (Navipardi Accident) હતું. આ દુર્ઘટનામાં બાળકનું મોત નીપજ્યું હતું.

પિતાની નજર સામે જ માસૂમે જીવ ગુમાવ્યો

ઘટનાને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એકના એક બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના સમયે બાળકના પિતા પણ ત્યાં હાજર હતા.

CCTVના આધારે પોલીસ તપાસ

ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ (Gujarat Crime News) કરી છે. ઘટના બાદ ટેમ્પોચાલક સ્થળ પરથી નીકળી ગયો હોવાની માહિતી છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: Mehmedabad Accident: આઈસરની ટક્કરે બે મહિલાનાં મોત, ચાલક સામે ગુનો

આ પણ વાંચો: Nushrratt Bharuccha Accident બાલી અકસ્માત બાદ કરોડરજ્જુમાં ગંભીર ઈજા, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે

આ પણ વાંચો: અમદાવાદ સોલા STP દુર્ઘટનામાં 2 શ્રમિકોનાં મોત, HNB એજન્સીને ₹50 લાખનો દંડ; FIR અને બ્લેકલિસ્ટિંગ પર નિર્ણય બાકી