Kheda News/ Mehmedabad Accident: આઈસરની ટક્કરે બે મહિલાનાં મોત, ચાલક સામે ગુનો

Mehmedabad Accident: ખેડાના મહેમદાબાદમાં અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસરની ટક્કરથી બાઈક સવાર બે મહિલાનાં મોત થયાં. પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો.

Top Stories Gujarat
Mehmedabad Accident: આઈસરની ટક્કરે 2 મહિલાની મોત DEADLY

Kheda Accident News: ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં અમદાવાદ–ડાકોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Mehmedabad Accident) સર્જાયો છે. કેશરા ગામના મુવાડી પાટિયા પાસે આઈસરની બાઈક સાથે ટક્કર થતાં તેના પર સવાર બે મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે મૃતક મહિલાઓના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ, પોલીસે આઈસરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Mehmedabad Accident: આઈસરની ટક્કરથી બાઈક પર સવાર બે મહિલાનાં મોત

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ–ડાકોર હાઈવે પર કેશરા ગામના મુવાડી પાટિયા નજીક આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો (Ahmedabad Dakor Highway Accident). આઈસર વાહન સાથે અથડાતાં બાઈક પર બેઠેલી બંને મહિલાઓ રસ્તા પર ફંગોળાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતાં બંને મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો (Eicher Truck Accident).

Mehmedabad Accident: આઈસરની ટક્કરે બે મહિલાનાં મોત
Mehmedabad Accident: આઈસરની ટક્કરે બે મહિલાનાં મોત

રોડની કામગીરી દરમિયાન સુરક્ષાનાં અભાવનો આક્ષેપ

અકસમાત સમયે હાઈવે પર ખાડા પૂરવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન વાહનચાલકોની સલામતી માટે જરૂરી સાઈનબોર્ડ, ડિવાઈડર અથવા બેરિકેડ્સની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માત (Gujarat Road Accident) સર્જાયો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ અંગેની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસની કાર્યવાહી, આઈસરચાલક સામે ગુનો

અકસ્મતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મહિલાઓના મૃતદેહનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે પોલીસે આઈસરચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસમાતનું ચોક્કસ કારણ જાણવા અને માર્ગ મરામત દરમિયાન સુરક્ષાનાં નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ઉના-વેરાવળ રોડ પર ટ્રકની ટક્કરે 18 વર્ષની યુવતીનું મોત, માતા બેભાન

આ પણ વાંચો: અમરેલીના લુણસાપુર નજીક ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત, 22 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: મોરબી અકસ્માત: ડમ્પરની ટક્કરે કારનો કચ્ચરઘાણ, 2 શ્રમિકોનાં મોત