Not Set/ મોદી સરકારે રસીકરણ માટે 50 હજાર કરોડની વ્યવસ્થા કરી    

ચીન પછી સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા ભારત સરકારે  કોરોના સામે રસીકરણ માટે રૂ. 50  હાજર અલગ રાખ્યા છે.

Top Stories India

દેશ હાલમાં કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રસી પર કેટલો ખર્ચ કરવામાં આવશે અને સરકાર આ માટે શું તૈયારી કરી રહી છે ? આ સમગ્ર મામલે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચીન પછી સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા ભારત સરકારે  કોરોના સામે રસીકરણ માટે રૂ. 50  હાજર અલગ રાખ્યા છે.

નામ જાહેર ન કરવાની શરતે સૂત્રએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વહીવટીતંત્રનો અંદાજ છે કે દેશની ૧૩૦ કરોડની વસ્તી એ પ્રતિ વ્યક્તિએ ૬-૭ ડોલર એટલે કે ૪૨૦ રૂપિયાથી લઈને  ૪૯૦ રૂપિયા સુધી ખર્ચ થશે. તેમને જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ ના રોજ પૂરા થતાં વર્તમાન નાણાકીય વર્ષ માટે જોગવાઈ કરવામાં આવી છે અને આ હેતુ માટે ભંડોળની અછત રહેશે નહીં.

નાણાં મંત્રાલયના પ્રવક્તાને ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે કોઈ પ્રતિક્રિયા મળી નથી.