New Delhi/ રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ – મોદીજીએ ભારતની તાકાતને નબળાઇમાં પરિવર્તિત કરી

કોરોના રોગચાળાને રોકવા માટે મોદી સરકારે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. આ લોકડાઉન પછી પણ કોરોના કેસ વધતા જ રહ્યા છે, સાથે ભારતીય અર્થવ્યવસ્થાને પણ મોટી અસર થઈ છે. ભારતમાં દેખાઇ રહેલી આર્થિક મંદીને લઇને હવે રાહુલ ગાંધીએ એકવાર ફરી PM મોદી પર કટાક્ષ કર્યો છે. કમ્પ્યુટર બાબાની મુશ્કેલી વધી, ન મળી રાહત, જામીન […]

India

કોરોના રોગચાળાને રોકવા માટે મોદી સરકારે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. આ લોકડાઉન પછી પણ કોરોના કેસ વધતા જ રહ્યા છે, સાથે ભારતીય અર્થવ્યવસ્થાને પણ મોટી અસર થઈ છે. ભારતમાં દેખાઇ રહેલી આર્થિક મંદીને લઇને હવે રાહુલ ગાંધીએ એકવાર ફરી PM મોદી પર કટાક્ષ કર્યો છે.

કમ્પ્યુટર બાબાની મુશ્કેલી વધી, ન મળી રાહત, જામીન અરજી નામંજૂર

આપને જણાવી દઇએ કે, હવે આરબીઆઈએ વધુ એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. જે મુજબ નાણાકીય વર્ષ 2020-21 નાં ​​બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી પાછલા વર્ષની તુલનામાં 8.6 ટકા ઘટવાનો અંદાજ છે. જો આ આગાહી સાચી છે, તો પહેલીવાર દેશમાં આર્થિક મંદી આવશે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આરબીઆઈનાં આ અહેવાલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. એક અખબારનું કટીંગ પોસ્ટ કરતાં રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે ઈતિહાસમાં પહેલીવાર ભારત મંદીમાં છે. ભારતની તાકાતને મોદીજીએ તેની નબળાઇમાં પરિવર્તિત કરી. રાહુલ જીએસટી, નોટબંધી અને બેરોજગારી પર અગાઉ પણ મોદી સરકાર પર હુમલો કરી ચુક્યા છે.

થોડા દિવસો પહેલા તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, નોટબંધી એ વડા પ્રધાનનું વિચારશીલ પગલું હતું જેથી સામાન્ય લોકોનાં પૈસાથી ‘મોદી-મિત્ર’ મૂડીવાદીઓની લાખો કરોડોની લોન માફ કરી શકાય. કોઈ ગેરસમજમાં ન રહો – ભૂલ નહીં, તે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય ત્રાસદીનાં ચાર વર્ષો પર તમે પણ તમારો અવાજ ઉઠાવો.

રાબડી દેવીનાં નિવાસસ્થાને યોજાઇ બેઠક, તેજસ્વી યાદવ પસંદ કરાયા…

31 ઓગસ્ટનાં રોજ, રાષ્ટ્રીય આંકડા કચેરીએ એપ્રિલ-જૂનમાં જીડીપીમાં અભૂતપૂર્વ 23.9 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. હવે, જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) નાં સંકોચનનો અંદાજ 8.6 ટકા છે. અર્થશાસ્ત્રમાં, જ્યારે સતત બે અથવા તેનાથી વધારે ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ માઇનસમાં રહે છે, તેને મંદી કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જો 8.6 નો ઘટાડો થવાની આગાહી સાચી રહેશે તો દેશમાં આર્થિક મંદી આવશે. જો કે, બીજા ક્વાર્ટરનાં આંકડા હજુ આવવાનાં બાકી છે, આ માત્ર એક અનુમાન છે.