મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરમબીર સિંહની ધરપકડમાંથી વચગાળાની રાહત હાલમાં ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે . તેમજ સુપ્રીમ કોર્ટે પોલીસ કેસમાં ચાર્જશીટ દાખલ ન કરવા જણાવ્યું છે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા પરમબીર વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસ તેને ટ્રાન્સફર કરવામાં આવે તો તેને કોઈ વાંધો નથી.
મહારાષ્ટ્ર સરકારેપરમબીર સિંહને સસ્પેન્ડ કર્યા છે, તેમની સામે કાર્યવાહી કરતા મહારાષ્ટ્ર સરકારે તેમને સસ્પેન્ડ પણ કર્યા છે. મહત્વનુ છે કે પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ઘણા આરોપ લગાવ્યા હતા. ત્યારથી અનિલ દેશમુખ સામે ED અને CBIની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો ;ગુજરાત / વડોદરાનાં એક પોલીસ કોન્સ્ટેબલનો તોડબાજી કરતો ઓડિયો વાયરલ
સુપ્રીમ કોર્ટે સીબીઆઈને એક સપ્તાહની અંદર આ અંગે લેખિત સોગંદનામું આપવા જણાવ્યું છે. જયારે બાકીના પક્ષકારોને CBI એફિડેવિટનો જવાબ આપવા માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. તેમજ આ મામલે આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ થશે. મહત્વનુ છે કે મહારાષ્ટ્ર સરકારના વકીલે સુનાવણી દરમિયાન કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો.
તાજેતરમાં મુંબઈ પોલીસે મહારાષ્ટ્રમાં કથિત વસૂલાતના ગોરેગાંવ કેસમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, સચિન વાજે, અલ્પેશ પટેલ અને સુમિત સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ દ્વારા પરમબીર સિંહ વિરુદ્ધ 400 પાનાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ;સાબરકાંઠા / ભાઈએ જ દિવ્યાંગ બહેન સાથે કર્યો અત્યાચાર, ઘટનાને લઈ પંથકમાં મચ્યો ચકચાર
