- દિવ્યાંગ યુવતી પર અમાનુષી અત્યાચાર
- યુવતીનો ભાઈ તેના પર ગુજારતો ત્રાસ
- યુવતીને સાંકળથી બાંધી મારઝૂડ કરતો હતો
- પોલીસે યુવતીના ભાઈ સામે નોંધ્યો ગુનો
- સાબરકાંઠાના ઈડરના સુરપુરમાં બની ઘટના
સાબરકાંઠાના ઈડરના સુરપુરની દિવ્યાંગ યુવતી પર તેનો ભાઈ અત્યાચાર ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ઈડરના સુરપુરની દિવ્યાંગ યુવતીને તેનો ભાઈ પગે સાંકળેથી બાંધી રાખી મારઝૂડ કરતા ભાઈ સામે ગુનો નોધાયો છે. ઈડર-હિંમતનગર હાઈવે પર ત્રિમૂર્તિ પ્લાઝા પાસેથી અસ્થિર મગજની યુવતી મળી હતી. આ બાબત સ્થાનિકોને ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો :વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના, નરાધમે સગીરા સાથે કર્યું એવું કે.
ઇડર-હિંમતનગર હાઇવે પર ત્રિમૂર્તિ પ્લાઝા પાસેથી અસ્થિર મગજની યુવતી મળી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીની પૂછપરછ કરી હતી. જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે. યુવતી બોલી ન શકતાં યુવતીને ઇશારામાં વાત કરી પોલીસે તેને ઘરે જવાનું કહેતા બે હાથ જોડી ઘરે જવાનું ના કહ્યું હતું. પોલીસની તપાસમાં યુવતીનો ભાઇ તેને ઘરમાં બાંધી રાખી મારઝૂડ કરતો હતો. આ અંગે ઇડર પોલીસે યુવતીના ભાઇ સામે ફરિયાદ નોંધી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીની પૂછપરછ કરી હતી. યુવતી બોલી ન શકતાં યુવતીને ઇશારામાં વાત કરી પોલીસે તેને ઘરે જવાનું કહેતા બે હાથ જોડી ઘરે જવાનું ના કહ્યું હતું. પોલીસની તપાસમાં યુવતીનો ભાઇ તેને ઘરમાં બાંધી રાખી મારઝૂડ કરતો હતો. આ અંગે ઇડર પોલીસે યુવતીના ભાઇ સામે ફરિયાદ નોંધી છે અને યુવતીને નારી સુરક્ષા કેન્દ્રમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો :નરેશ પટેલે રાજકારણમાં આવવાના શું આપ્યા સંકેત
પોલીસે યુવતીને હિંમતનગર ખસેડી હતી, જ્યાં વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે યુવતીને ચાર દિવસથી જમવાનું મળ્યું નથી અને અમાનુષી અત્યાચારના કારણે ઘરેથી ભાગી ગઈ હશે. જેના કારણે ઇડર પોલીસે યુવતીના ભાઇ સામે ફરિયાદ નોંધી યુવતીને હિમતનગર સખી વન સ્ટોપમાં ખસેડી હતી. જ્યાં મોટો ઘટસ્ફોટ થયો છે. હિમતનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં આ યુવતી ત્રીજી વખત અહીં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસે યુવતીને નારી સુરક્ષા કેન્દ્ર મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
ઇડર પોલીસની પૂછપરછમાં યુવતીને તેનો ભાઇ વિપુલભાઇ જયંતિભાઇ વાઘેલા રહે. સુરપુર તા. ઇડર ઘરમાં બાંધી રાખતો અને મારઝૂડ પણ કરતો હતો. શનિવાર યુવતી ઘરેથી ભાગી ગઇ હતી. યુવતીના ભાઇ સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો : જામનગર મનપાની ગંભીર બેદરકારી, ઓમિક્રોનથી સંક્રમિત સંખ્યા વધી શકે છે, જાણો કારણ
આ પણ વાંચો :ભાવનગરમાં આખલાનો આતંક, એક વ્યક્તિને લીધો અડફેટે, Video
આ પણ વાંચો :ગાંધીનગર વાઈબ્રન્ટનાં મહેમાનો ફરજિયાત 7 દિવસ થશે Quarantine
