Narmada News/ નર્મદાના તિલકવાડા ખાતે સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી કરવામા આવી

આ વર્ષે પણ 17 સપ્ટેમ્બર થી પોષણ માહ ની ઉજવણી કરવામાં આવી રહી છે

Gujarat Others

Narmada News : કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આઠ મુ સંસ્કરણ યોજાઈ રહ્યું છે. સરકાર નાગરિકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરિણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બની રહ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં બાળકો માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા માટે અનેક પોષણ લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ વર્ષે પણ 17 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર દરમિયાન સમગ્ર દેશ માં પોષણ માહ ની ઉજવણી કરવામાં આવી રહી છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અનેક પોષણ લક્ષી નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભારત ને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે સમગ્ર દેશમાં વર્ષ 2018 થી દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં પોષણ પખવાડ્યું અને સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે આ મિશનનો મુખ્ય હેતુ દરેક નાગરિકના જીવનમાં તંદુરસ્તી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરવાનો છે

નર્મદા જિલ્લામાં પણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 17 સપ્ટેમ્બર થી પોષણ માહ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા ના તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર તથા ડો આર જે રંજન ની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી દરમિયાન ડૉ સુબોધે પોષણ યુક્ત આહાર વિશે સમજણ આપી.

ડો રશ્મીએ કિચન ગાર્ડન, સુરક્ષિત પોષણ નો આધાર અને સરગવાનું મૂલ્ય વર્ધન તથા પોષણ અંગે જાણકારી આપી સ્થાનિક રીતે ઉપલબ્ધ પોષક ખોરાક ને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો, સાથે જ વિવિધ પોષક આહાર ખોરાક વિશે સમજણ આપી લોકો ને જાગૃત કરવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોપટ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા પ્રહારો

આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ