Business News/ GST 2.0 થી પરિવારો અને એમએસએમઈ ને રાહત, લોકો પાસે પૈસા બચશે: FICCI

આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કાયદેસરની વસ્તુઓ પર ખર્ચાતો દરેક રુપિયો ઔપચારિક અર્થવ્યવસ્થાને મજબૂતી બક્ષે છે અને વ્યાપાર ક્ષેત્રમાં વિશ્વાસ વધારે છે…

Trending Business

Business News: ફિક્કી (FICCI)ની સમિતિ કૅસ્કેડ ના એક રિપોર્ટ મુજબ, સરકારની જીએસટી 2.0 (GST 2.0)ની જાહેરાતથી કેવળ પરિવારોનો બોજો ઓછો થશે એટલું જ નહિં પરંતુ, એમએસએમઈ (MSME)ને પણ સશક્ત બનવામાં મદદ મળશે અને ઔપચારિકતાને વેગ મળશે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ઉપભોક્તાઓના હાથમાં વધુ ખર્ચ માટે આવક રહેશે.

સરકાર (Government)ની જીએસટી 2.0 ની જાહેરાતથી ફક્ત લોકોના ઘરખર્ચનો બોજો ઓછો થશે એટલું જ નહિં પણ એના ઉપરાંત, એમએસએમઈ (MSME)ને મજબૂતી પણ મળશે અને સમગ્ર અર્થવ્યવસ્થામાં ઔપચારિકકરણની ગતિ પણ વધશે. ભારતમાં એકસૂત્રી કરવ્યવસ્થા (Single Tax Structure)ના સપનાને સાકાર કરવાની દિશામાં સરકારનું આ પગલું સીમાચિન્હ્ બની રહેશે.

ફિક્કી ની સમિતિ કૅસ્કેડ ના એક રિપોર્ટ મુજબ, જીએસટી માળખામાં સુધારો કરવાથી 5 ટકા સ્લૅબ (5% Tax Slab)માં સમાવિષ્ટ ચીજવસ્તુઓની સંખ્યા ત્રણગણી વધી જશે. અત્યારે 54 વપરાશની શ્રેણીઓ આ દાયરામાં સામેલ છે જેને જીએસટી 2.0 અંતર્ગત વધારીને 149 કરી દેવામાં આવશે.

શહેરી અને ગ્રામીણ ખરીદશક્તિ વધવાની સંભાવના

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ પરિવારોની ખરીદશક્તિમાં ટેક્સ-ફ્રી અને મેરિટ ગુડ્ઝ (Tax-Free Goods)નો હિસ્સો 56.3% થી વધીને 73.5% સુધી પહોંચી જશે. જ્યારે, શહેરી કુટુંબોનો આ હિસ્સો 50.5% થી વધીને 66.2% સુધી વધવાની સંભાવના છે.

રિપોર્ટ અનુસાર, આ સુધારાઓને પરિણામે ગ્રામીણ પરિવારો માટે અસરકારક જીએસટી દર 6.03 થી ઘટીને 4.27 થઈ જવા પામ્યો છે. જ્યારે, શહેરી કુટુંબો માટે આ દર 6.38 થી ઘટીને 4.38 થયો છે. આનો એ અર્થ છે કે, ઉપભોક્તાઓના હાથમાં વધુ ખર્ચ કરવા માટે આવકનો ભાગ બચશે. એનાથી વિવિધ સેવાઓ, રિટેલ તથા સ્થાનિક વ્યવસાયોમાં વિવેકાધીન ખર્ચાઓને ઉત્તેજન મળશે.

2017 પછી દેશની કરવ્યવસ્થામાં ધરખમ ફેરફારો

સંગઠન ના ચેરમેન અનિલ રાજપૂતે કહ્યું હતુ કે 2017 માં જીએસટી લાગુ થયા બાદ, રાષ્ટ્રની કરવ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું હતુ અને હવે જીએસટી 2.0 એ દિશામાં આગળ વધીને, એક સરળ ટેક્સ માળખું અને ચોકસાઇ લાવ્યું છે. રિપોર્ટ મુજબ, જીએસટી 2.0 થી સરકારને પ્રારંભિક સમયગાળામાં કરની આવકનું થોડુંક નુકસાન થઇ શકે એમ છે પરંતુ, સમય સાથે ખરીદશક્તિમાં તેજી આવવાથી, યોગ્ય અનુપાલનથી અને ટેક્સ કવરેજ (Tax Coverage)માં વૃદ્ધિ થવાથી એ નુકસાનની ભરપાઇ સંભવ છે.

જીએસટી 1.0 (GST 1.0)થી અપ્રત્યક્ષ કર સંગ્રહ (Indirect Tax Collection) ની માત્રા બેવડાઇ છે. 1018-19 માં એ 11.78 લાખ કરોડ રુપિયા હતી, જે 2024-25 માં વધીને 22.09 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત, જીએસટી કરદાતાઓની સંખ્યા પણ 2017 માં 66.5 લાખ હતી જે વધીને 2025 માં 1.51 કરોડ થઇ ગઇ છે, આ દર્શાવે છે કે ઔપચારિક અર્થવ્યવસ્થામાં વધુ વ્યાપાર સામેલ થઇ રહ્યો છે.

જીએસટી 1.0 ને કારણે ગેરકાયદેસર બજાર ફૂલ્યું-ફાલ્યું

આ સમાનાંતર અર્થવ્યવસ્થાથી નીચલા અને મધ્યમ આવક ધરાવનારા વર્ગને વધારે અસરો પહોંચી અને એ ઉપરાંત, સરકારી કર આવકને પણ એણે નુકસાન પહોંચાડયું. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કાયદેસરની વસ્તુઓ પર ખર્ચાતો દરેક રુપિયો ઔપચારિક અર્થવ્યવસ્થાને મજબૂતી બક્ષે છે અને વ્યાપાર ક્ષેત્રમાં વિશ્વાસ વધારે છે. જ્યારે, ગેરકાયદેસર વેપારમાં ખર્ચાયેલો રુપિયો ગ્રાહક-ઉપભોક્તા સુરક્ષા અને સાર્વજનિક કર-આવક, બંનેને નબળા બનાવે છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જીએસટી સુધારાથી ગ્રાહક-ઉપભોક્તા (Consumer) સુરક્ષા મજબૂત બનશે, કાયદેસરના વ્યાપારની સુરક્ષા થશે અને ઔપચારિક અર્થવ્યવસ્થા સુદ્રઢ બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુદ્ધવિરામમાં ટ્રમ્પની કોઈ ભૂમિકા નથી… પરમાણુ ધમકી પણ નહીં, વિક્રમ મિશ્રીએ આખી કહાની સમજાવી

આ પણ વાંચો:ભારત પાકિસ્તાન યુધ્ધવિરામ : મધ્યસ્તામાં ટ્રમ્પની ભુમિકા, પરમાણુ ધમકી, વિક્રમ મિશ્રીએ સમિતિને આ માહિતી આપી

આ પણ વાંચો:ભારત વાટાઘાટોના ટેબલ પર છે…’, અમેરિકા સાથે વેપાર વાટાઘાટો પહેલા ટ્રમ્પના સહાયક નવારોનો મોટો દાવો