Junagadh News:જૂનાગઢના (Junagadh) મેંદરડા તાલુકાના અંબાલા ગામમાં ગીર નેચરલ ફાર્મમાં દારૂની પાર્ટી માણતા ચાર મહિલાઓ (Women) અને સાત (Man) પુરુષોની પોલીસે ધરપકડ (Arrest) કરી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને ફાર્મની પ્રવૃત્તિઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.માહિતી અનુસાર, બાતમીના આધારે ગીર નેચરલ ફાર્મ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ચાર મહિલાઓ અને સાત પુરુષો દારૂના નશામાં મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલાઓ રાજસ્થાનના મોરબી, અમદાવાદ, સુરત અને ઉદયપુરની છે, જ્યારે પુરુષો જૂનાગઢ, રાજકોટ અને મોરબીના છે. આ ઘટનાથી સ્થાનિક પોલીસ અને નાગરિકોમાં આઘાત અને ચિંતા ફેલાઈ છે.
અંબાલા ગામમાં સ્થિત એક ખાનગી ફાર્મહાઉસ, ગીર નેચરલ ફાર્મનો ઉપયોગ દારૂની પાર્ટીઓ અને અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે થતો હોવાની શંકા છે. પોલીસ તપાસમાં પ્રશ્નો ઉભા થયા છે કે ફાર્મમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેટલા સમયથી ચાલી રહી હતી. શું ફાર્મ દારૂની પાર્ટીઓનું કેન્દ્ર હતું, કે તેનો ઉપયોગ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પણ થતો હતો? પોલીસ હાલમાં આ કેસોની તપાસ કરી રહી છે.આ ઘટનામાં ધરપકડ કરાયેલી મહિલાઓની ભૂમિકા અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ તપાસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ મહિલાઓને ખાસ કરીને દારૂની પાર્ટીઓ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, કે પછી તેઓ કોઈ અન્ય પ્રવૃત્તિમાં સામેલ હતી.
આ પણ વાંચો:જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ, 5 કરોડથી વધુની ઉચાપત, 12 સંસ્થા સામે પોલીસ ફરિયાદ
આ પણ વાંચો: જૂનાગઢમાં કેદીને સુવિધા આપવાના મામલે PSI સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ
આ પણ વાંચો:જૂનાગઢના પ્રેરણા ધામ ખાતે યોજાઈ રહેલા કોંગ્રેસ તાલીમ શિબિરમાં હાજરી આપશે રાહુલ ગાંધી
