Aravalli News/ અરવલ્લીમાં વીજ પુરવઠો ચાલુ કરવા લાંચ લેનારો UGVCLનો ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ ઝડપાયો

ACBએ ફરિયાદને આધારે રૂ.500 ની લાંચ લેતા પકડ્યો

Gujarat Others

Aravalli News : અરવલ્લીમાં વિજ પુરવઠો ફરીથી ચાલુ કરવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ. 500ની લાંચ લેતા અરવલ્લીના મેઘરજ સ્થિત UGVCL સબ ડિવીઝન કચેરીના ઈલેકટ્રીક આસીસ્ટન્ટ રામાભાઇ લક્ષ્મણભાઇ ટાભિયારની એન્ટી કરપ્શન બ્યુરો(ACBએ)ની ટીમે ઝડપી લીધો હતો.

આ કેસની વિગત મુજબ ફરિયાદીનું લાઇટબીલ સમયસર ન ભરાતાં વિજ કનેક્શન કાપી વિજમીટર યુજીવીસીએલ માં જમા લેવામાં આવ્યું હતું. જે બીલની રકમ ભરપાઇ કર્યા બાદ વિજમીટર લગાડી પુન: વિજ પુરવઠો ચાલુ કરવાનો હતો.

જેના માટે મીટર લગાડી આપવા માટે આ કામના આરોપી રામાભાઈ ટાભિયારે રૂ.500ની લાંચની માગણી કરી હતી. બીજીતરફ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેમાં એસીબીએ મેઘરજમાં વાસણા ગામના બસ સ્ટેન્ડ પાસે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતા આરોપી ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોપટ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા પ્રહારો

આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ