મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારની 15માં નાણાં પંચની કમિટી આગામી 25 જુલાઈના રાજકોટ ખાતે પધારશે. આ મુલાકાત દરમિયાન નાણાં કમિટી રાજકોટની વ્યવસ્થાની પણ મુલાકાત લેશે, જેમાં મહાનગર પાલિકા અને અન્ય કાર્યાલયોની પણ મુલાકાત લેવાં આવશે. આ મુલાકાતમાં નાણાં પંચના અધ્યક્ષ એન. કે. સિંઘ અને અન્ય અધિકારીઓ જેમ કે ડો.રમેશ ચંદ, શક્તિકાન્ત દાસ, ડો. અનુપ સિંહ અને ડો. અશોક લહેરી વગેરે સાથે નાણાં પંચના સેક્રેટરી અરવિંદ મહેતા 22 થી 25જુલાઈ દરમિયાન રાજકોટની મુલાકાતે પધારશે.
આપને જણાવી દઈએ કે, નાણાં પંચ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે ટેક્સની શેરિંગ, રાજ્ય સરકારને વધારાની ગ્રાન્ટ આપવાની કેન્દ્ર સરકારને ભલામણ કરે છે. સાથે સાથે રાજ્યના કામકાજ પ્રમાણે રાજ્યને વધારાની રકમ પણ સંસાધનો અને કામકાજની વૃદ્ધિ માટે વધારાની ક્રકં પણ પ્રદાન કરાવે છે.

જયારે મુલાકતના સ્થળોની વાત કરવામાં આવે તો, નાણાં પંચની કમિટી આજી ડેમની મુલાકાત, રાજકોટના સ્માર્ટ સિટીની કામગીરી, કમાન્ડ એન્ડ કંટ્રોલ રમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રોજેક્ટ વિશે માહિતી મેળવશે.
