Gandhinagar News/ ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર! સંદીપ સાંગલે બન્યા રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી

ગુજરાત સરકારે વહીવટી ફેરફાર કરતા સંદીપ સાંગલે (Sandeep Sangle) ને રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. હરિત શુક્લા GAD ના મુખ્ય સચિવ બન્યા છે.

Top Stories Gandhinagar Gujarat
Sandeep Sangle Chief Electoral Officer Gujarat

Sandeep Sangle Chief Electoral Officer Gujarat : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભારત સરકારના ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્ય સરકારે મહત્વના આદેશો જાહેર કર્યા છે. જેમાં વરિષ્ઠ IAS અધિકારી સંદીપ સાંગલેની ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Sandeep Sangle સંભાળશે ચૂંટણીની કમાન

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અત્યાર સુધી સેવા આપતા હરિત શુક્લાના સ્થાને હવે સંદીપ સાંગલેની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓના આયોજન અને દેખરેખની સંપૂર્ણ જવાબદારી હવે સંદીપ સાંગલેના શિરે રહેશે. ચૂંટણી પંચે તેમની વહીવટી કુશળતાને ધ્યાને રાખીને આ મહત્વનું પદ સોંપ્યું છે.

હરિત શુક્લાને મહત્વના વિભાગોનો હવાલો

બીજી તરફ, હરિત શુક્લાની બદલી કરીને તેમને સામાન્ય વહીવટ વિભાગ (GAD) માં મુખ્ય સચિવ (Principal Secretary) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. રાજ્યના વહીવટી માળખામાં હરિત શુક્લા હવે વધુ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.


આ પણ વાંચો:સિટિઝન ફ્રેન્ડલી વહીવટી અભિગમમાં પ્રવીણ છે IAS અધિકારી પ્રવીણ ચૌધરી

આ પણ વાંચો:IAS પંકજ જોશી: પ્રજાકીય આકાંક્ષાનું સરકારી નીતિઓ સાથે સમન્વય સાધવામાં કાબેલ

આ પણ વાંચો:વન સ્કૂલ, વન ગ્રાઉન્ડ: IAS ગાર્ગી જૈનની નવી પહેલ