સુરત: સુરતમાં હિંદુવાદી નેતાની હત્યાના ષડયંત્રનો મામલો હવે દેખાતો હતો તેના કરતાં ઘણો મોટોથઈ રહ્યો છે. આરોપી મોહમ્મદ સાબીરની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે આરોપી બે નાગરિકતા ધરાવે છે. તે ભારત અને નેપાળની નાગરિકતા ધરાવે છે. તેની નાગરિકતા તપાસવા માટે પોલીસની ટીમ નેપાળ જશે.
હિન્દુવાદી નેતાઓની હત્યાના કાવતરાના કેસમાં પકડાયેલા કામરેજના મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની પૂછપરછમાં ક પછી એક આરોપીઓના નામો સામે આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બિહારના મુઝફ્ફરપુર ખાતેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ધરપકડ કરવામાં આવેલા આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીના કોર્ટમાં રજૂ ક્રાઇમ બ્રાન્ચે બાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રના નાદંડે ખાતેથી વધુ એક શખ્સની અટકાયત લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવવા રવાના થઈ છે. ચાર હિંદુવાદી નેતાઓની હત્યા માટે સુરતના મૌલવી સહિત પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર દ્વારા હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
આ સાથે જ આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની પૂછપરછમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે રહેતા 19 વર્ષીય શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા નામના શખ્સનું નામ સામેં આવ્યુ હતુ. જે શખ્સની પણ મહારાષ્ટ્ર ખાતેથી અટકાયત કરી પૂછપરછ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ નામના શખ્સોના નામ સામે આવ્યા હતા. આતંકી જોડાણ ધરાવતા આ બંને ઇસમોએ મૌલવીને હિન્દુવાદી નેતાઓની હત્યા કરવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરી હતી. મૌલવીની પૂછપરછમાં મળી આવેલી ચેટ અને મોબાઇલ નંબર ડેટાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નેપાળ બોર્ડર પર નજીક આવેલા મુઝફ્ફરપુર ખાતેથી શહેનાઝ ઉર્ફે મોહમમદ અલી મોહમ્મદ સાબીરની ધરપકડ કરાઈ હતી. સ્થાનિક પોલીસની સાથે સંયુક્ત ઓપરેશન પાર પડાયું હતું.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત
