બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના યુવાન ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ગામમાં મોબાઇલ રીપેરીંગની દુકાન ચલાવે છે. અને તેઓએ અલગ પ્રકારે મગજનો ઉપયોગ કરી વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે.
વાત કરતા તો કાંકરેજ તાલુકાના રવિયણા ખાતે ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ અને પોતાના પરિવાર સાથે ગામડાઓમા રહી ને ભરતભાઈ પ્રજાપતિ એ પાણી પુરી એ.ટી.એમ. મશીન ઘરે બેઠા 6 મહિના થી વધુ મહેનત કરી પાણી પુરી મશીન બનાવ્યું છે. આ મશીનની કામગીરી જોઈને હજારો લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને રવિયાણા ગામને અને ભરતભાઈ પ્રજાપતિ અને તેમના પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છાઓ આપી રહ્યા છે કે ગામડામાં રહીને પોતાના પરિવાર ની જવાબદારી સાથે પોતાના ઘરની આગળ દુકાન ચલાવે છે.
ભરતભાઈ પ્રજાપતિ એ વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુ તરીકે પાણી પુરી એ.ટી.એમ.મશીન બનાવ્યું છે. આ મશીન તમે જેટલી રકમ એ.ટી.એમ.મા નાખો એટલી જ પાણી પુરી ઓટો મેટીક બહાર આવે છે. સાથે તેના આગળ ભાગમાં તમને તેની બધીજ પ્રોસેસ બતાવે છે આ પાણીપુરી મશીન બનાવવા બદલ રવિયાણા ગ્રામજનો અને આજુબાજુના લોકો રુબરુ મળીને કે ફોન થી ભરતભાઈ પ્રજાપતિ ને અભિનંદન આપી રહ્યા છે.
પાણી પુરી એ.ટી.એમ.મશીન બનાવનાર ભરતભાઈ પ્રજાપતિ એ કહ્યું કે મને આવો અલગ સારી વસ્તુઓ બનાવાનો શોખ છે હું બાળપણથી જ મહેનત ને વધારે આગળ રાખું છું અને મને આજે ખુશી દેખાય છે કે એક દિવસ જરુર મારી મહેનત મારા સપનાં પુરા કરશે અને હવે એ સફળતાનો સમય આવી ગયો છે મને વિચાર પણ ન હતો કે મને હજારો લોકોના આશીર્વાદ મળશે જે આશીર્વાદ આજે મળતા દેખાઈ રહ્યા છે . આજે હું મારો પરિવાર અને ગ્રામજનો ખુબ ખુશ છીએ તેવું મને દેખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
