CM રૂપાણી સરકારનાં નાણામંત્રી નીતિન પટેલ દ્રારા રજૂ કરવામા આવેલા પોતાના સાતમાં બજેટમાં તમામ ખાતે અને વિભાગોને ન્યાય આપવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ જેવા પાયાનાં નિયમની ઝાંંખી કરાવતા આ બજેટમાં આ પ્રમાણે લગભગ તમામ ખાતા-વિભાગને રૂપિયાની ફાળવણી કરવામા આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ.2031 કરોડ,
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ માટે રૂ.579 કરોડ,
મહેસૂલ વિભાગ માટે રૂ.3383 કરોડ,
વિજ્ઞાન અને પ્રૌધોગિકીના વિકાસ માટે રૂ.504 કરોડ,
માહિતી અને પ્રસારણ વિભાગ માટે રૂ.174 કરોડ,
કાયદા વિભાગ માટે રૂ.1653 કરોડ,
ગૃહ વિભાગ માટે રૂ.6678 કરોડ,
ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે રૂ.6301 કરોડ,
વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.154 કરોડ,
કુટિર અને ગ્રામોદ્યોગ વિકાસ માટે રૂ.614 કરોડ,
પ્રવાસન વિભાગ વિકાસ માટે રૂ.472 કરોડ,
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1005 કરોડ,
પવિત્ર યાત્રાધામ વિકાસ વિકાસ બોર્ડ માટે રૂ.164 કરોડ,
નાગરિક ઉડ્ડયન વિભાગ સુવિધાઓના વધારા માટે રૂ.442 કરોડ,
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂ.1048 કરોડ,
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને રૂ.13,094 કરોડ,
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.1377 કરોડ,
શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.1471 કરોડ,
માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.10,058 કરોડ,
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માટે રૂ.13,149 કરોડ,
પંચાયત ગ્રામ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.8462 કરોડ,
આદિવાસી વિકાસ યોજના હેઠળ રૂ.14,567 કરોડ,
આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.2481 કરોડ,
સમાજિક ન્યાય અને આધિકારીતા વિભાગ માટે રૂ.4212 કરોડ,
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ.3138,
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ.10800 કરોડ,
પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ માટે રૂ.4300 કરોડ,
શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂ.30,045 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
