Not Set/ સુરેન્દ્રનગરમાં 10, બનાસ – મહેસાણામાં 8 – 8, રાજકોટમાં 4 પોઝિટિવ સાથે કોરોનાનો ફાટ્યો રાફડો

પાછલા થોડાક દિવસોથી રોજરોજ ગુજરાતમાં કોરોનાનાં મહાવિસ્ફોટ નોંધવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણમા હાલનો ઉછાળો જોતા જૂલાઇમાં કોરોનાએ 600+નો સ્તર બે દિવસમાં વટાવી 700+માં આવી જાય તેવું સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે, ત્યારે ફરી એક વખત રાજ્યનાં અનેક જીલ્લામાં કાળમુખો કોરોના હદ વટાવતો જોવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જીલ્લાની તો જીલ્લામાં કોરોનાના 10 […]

Gujarat Others

પાછલા થોડાક દિવસોથી રોજરોજ ગુજરાતમાં કોરોનાનાં મહાવિસ્ફોટ નોંધવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણમા હાલનો ઉછાળો જોતા જૂલાઇમાં કોરોનાએ 600+નો સ્તર બે દિવસમાં વટાવી 700+માં આવી જાય તેવું સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે, ત્યારે ફરી એક વખત રાજ્યનાં અનેક જીલ્લામાં કાળમુખો કોરોના હદ વટાવતો જોવામાં આવી રહ્યો છે.

જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જીલ્લાની તો જીલ્લામાં કોરોનાના 10 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. જીલ્લાનાં ધ્રાંગધ્રા, વઢવાણ અને લીંબડીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હોય તે ઝડપથી કેસમાં વધારો જોવામા આવી રહ્યો છે. જો કે, આજે સામે આવેલા તમામ નવા કેસમાં દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અને અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 179 કેસ નોંધવામાં આવ્યા છે.બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાં પણ કોરોનાના નવા 8 – 8 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.  મહેસાણાનાં કડી તાલુકામાં 5 અને મહેસાણા શહેરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. વિસનગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. અત્યાર સુધીમાં જીલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ 328 નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના નવા 8 કેસની વિગતો જોવામાં આવે તો, 5 કેસ ડીસામાં 2 કેસ પાલનપુરમાંથી સામે છે, તો દાંતા તાલુકામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. અત્યાર સુધી જીલ્લામાં કોરોનાના 247 કેસ નોંધવામાં આવ્યા છે. 

રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસે અને દિવસે વધતો જોવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણના વધુ 4 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતુ થયું છે. રાજકોટ શહેરમાં વધુ 4 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં અમીન માર્ગ, ઇન્દિરા સર્કલ,  ગોંડલ ચોકડી પાસે તેમજ પંચાયત નગર વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવનો આંક 189 પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews