Not Set/ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ ટિપ્પણી કરનાર ડીસા પાલિકાના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ 

બનાસકાંઠાના વર્ષો જુના કાર્યકર અને ડીસામાં કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહીને અનેક વખત પાલિકામાં સત્તા સાંભળી હતી એવા પાલિકાના ચાર વખત પ્રમુખ રહેલા વિપુલ શાહ ને કોંગ્રેસ પાર્ટીએ છ વર્ષ માટે સ

Gujarat Trending

ભરત સુંદેશા,બનાસકાંઠા @મંતવ્ય ન્યૂઝ

બનાસકાંઠાના વર્ષો જુના કાર્યકર અને ડીસામાં કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહીને અનેક વખત પાલિકામાં સત્તા સાંભળી હતી એવા પાલિકાના ચાર વખત પ્રમુખ રહેલા વિપુલ શાહ ને કોંગ્રેસ પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેડ કર્યા છે.વિપુલ શાહ એ થોડાક દિવસ અગાઉ ડીસામાં આવેલા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી. અને જે માટે કોંગ્રેસ પાર્ટીએ નોટિસ પાઠવી ખુલાસો માગ્યો હતો પંરતુ ખુલાસો ન આપતા ગતરોજ પ્રદેશ કોંગ્રેસ એ વિપુલ શાહને પક્ષ માંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધેલ.જોકે આ સસ્પેડના પત્ર ને લઈને બનાસકાંઠા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

વિપુલ શાહ અને તેમની પત્ની ડીસા પાલિકામાં પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે, જ્યારે ગત પાલિકાની ચૂંટણીમાં બન્ને પતિ પત્ની ચૂંટણી હારી ગયા હતા જ્યારે વિપુલ શાહ ની પુત્રી ભાવિની શાહ હાલ પાલિકામાં ચાલુ સદસ્ય છે જે કોંગ્રેસના નિશાન પરથી ચૂંટાઈ આવેલી હતી.જોકે પિતા ને સસ્પેન્ડ કર્યા બાદ હવે ભાવિની રાજીનામુ આપશે કે કેમ એ આવનાર સમયે જ ખબર પડશે.

ગોવાભાઈ દેસાઈના હરીફને સસ્પેન્ડ કરતા ગોવાભાઈના સમર્થકો ગેલમાં

ડીસા ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને વિપુલ શાહ વચ્ચે ઘણા સમયથી ખટરાગ હતો બન્ને એકબીજાના વિરુદ્ધમાં અનેક વખત પાર્ટીમાં રજુઆત કરો ચુક્યા છે.પાલિકાની ચૂંટણી વિપુલ શાહ એકલા હાથે લડે છે, તો વિધાનસભા ગોવાભાઈ એકલા હાથે લડે છે બન્ને ક્યારેય એકબીજાના પ્રચારમાં પણ જતા નથી. આમ બન્ને વચ્ચેનો ખટરાગ વધુ વકર્યો હતો,  આખરે સોસિયલ મીડિયાની ટિપ્પણીને લઈને વિપુલ શાહ ને સસ્પેન્ડ કરાતા ગોવાભાઈ ના સમર્થકો ગેલમાં આવ્યા હતા.