બોલિવૂડના જાણીતા અભિનેતા અજય દેવગન આજકાલ તેની ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ને લઈને સતત ચર્ચામાં છે. દરમિયાન આગાઉ તે તેના બોડીગાર્ડનો જન્મદિવસ ઉજવતા પણ જોવા મળ્યો હતો. જેમાં તેનો અલગ જ લુક સામે આવ્યો છે. સફેદ દાઢી અને લાંબા વાળમાં અભિનેતાને ઓળખવું ખૂબ મુશ્કેલ હતું, જ્યારે હવે તેની નવીનતમ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ બદલાયેલા લૂકે ચાહકોમાં એક અલગ જ ઉતેજના પેદા કરી છે કે આખરે અજય શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે?
સોશિયલ મીડિયા પર હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમે અજય દેવગનનની ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર તેને કરીને ટેગ કર્યો છે. આ ફોટોને શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – “અજય દેવગનનો ડેડલી લુક” અજયના આ લુકને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જો સોર્સની વાત માનીએ તો તેણે આ લુક પોતાની આગામી ફિલ્મ ‘Thank God’ માટે રાખ્યો છે. ઘણા લુકનો પ્રયાસ કર્યા પછી, આ લુકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો :બાલિકા વધુની દાદી સા સુરેખા સીકરીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
અભિનેતાની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. ઉપરાંત, તે આરઆરઆરમાં પણ જોવા મળશે. એટલું જ નહીં, અજય દેવગન ટૂંક સમયમાં મેડે સાથે દિગ્દર્શક પદની શરૂઆત કરવા પણ જઇ રહ્યો છે.
આ પણ વાંચો :T-Series ના માલિક ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો
આ પણ વાંચો :સેલ્ફીનાં ચક્કરમાં મોડેલ સોફિયાએ ગુમાવ્યો જીવ, જળધોધ પરથી લપસ્યો પગ
